| | |

winter in Gujarat: ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું,નલિયામાં તાપમાન ઘટતા ઠંડીએ લોકોને ધ્રુજાવ્યા

ગુજરાતમાં શિયાળો જોર પકડી રહ્યો છે.ગુલાબી ઠંડીની અસર ગુજરાતમાં વર્તવાની શરૂઆત થઇ ગઈ છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી ગઇકાલ રાતથી રાજ્યમાં પવનની દિશા બદલાઇને પૂર્વથી ઉત્તર-પૂર્વના ઠંડા પવનો શરૂ થયાં છે. આ ફેરફારને કારણે ગુજરાતના મોટાભાગના શહેરોમાં ઠંડીની તીવ્રતામાં વધારો થયો છે.

આ સિઝનમાં પહેલીવાર અમદાવાદમાં તાપમાન 16 ડિગ્રી નોંધાયું છે.જ્યારે વડોદરામાં પણ ઠંડીનો પારો 2 ડિગ્રી ઘટી 16 ડિગ્રી નોંધાયો હતો. તો સુરતમાં પણ પારો 2 ડિગ્રી ઘટી 19.6 થતાં ઠંડી વધી ગઈ છે. સૌથી વધુ ઠંડી હાલ નલિયામાં જણાઈ રહી છે. ન્યૂનતમ એક આંક નીચે ઉતરીને 15.2 ડિગ્રીએ પહોંચતાં ફરી ઠંડીએ જોર પકડ્યું છે. જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન 1 ડિગ્રી ઘટીને 31.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતું. મોસમનું સૌથી નીચું 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

WINTER NEWS NALIYA
ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું, ઠંડીએ લોકોને ધ્રુજાવ્યા

અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. આગામી ચારથી પાંચ દિવસો દરમિયાન રાજ્યમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહેવાની વકી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે રાજ્યના અનેક શહેરોમાં 25 અને 26 નવેમ્બરે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં વહેલી સવારથી વાદળિયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનો શરૂ થયાં હતા. જેને પગલે સિઝનમાં પ્રથમવાર અમદાવાદમાં ઠંડીનો પારો ગગડીને 16.0 ડિગ્રીએે પહોંચ્યો હતો. જ્યારે મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર ન થતાં 31.8 ડિગ્રી નોંધાયું હતું. જો કે, છેલ્લાં ત્રણ દિવસમાં અમદાવાદમાં ઠંડીનો પારો 6 ડિગ્રી જેટલો ગગડતાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. મંગળવારે અમદાવાદનું લઘુતમ તાપમાન 21.8 ડિગ્રીથી ગગડીને બુધવારે 18.3 ડિગ્રી નોંધાયું હતું. ઠંડા પવનોની અસરથી ગુરુવારે ફરી તાપમાન 2.3 ડિગ્રી ગગડીને 16.0 ડિગ્રીએે પહોંચ્યું છે.

Similar Posts