| |

MAHESANA: આરોગ્યમંત્રીશ્રીના વરદ હસ્તે વિસનગર ખાતે નવીન સરકારી આયુર્વેદિક હોસ્પિટલ બાંધકામનું ભૂમિપૂજન

વિસનગરમાં આયુર્વેદ હોસ્પિટલ કાર્યરત બનતા જન-જનની આરોગ્ય સુખાકારીમાં વધારો થશે – આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

વિસનગર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ડિજીટલ એક્સ-રે સેવાનો પ્રારંભ કરાવતા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, 13.40 લાખના ખર્ચે વિકસાવેલુ ડિજીટલ એક્સ-રે મશીન ઝડપી નિદાનમાં લાભદાયક નિવડશે

Health Department Gujarat: વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વિસનગર ખાતે 50 પથારીની નવીન સરકારી આયુર્વેદિક હોસ્પિટલ બાંધકામનું આજે ભૂમિપૂજન કર્યું હતું. વર્ષ 2023-24ના બજેટમાં વિસનગર ખાતે નવીન આયુર્વેદ હોસ્પિટલ માટે જોગવાઇ કરવામાં આવી હતી જેનું આજે મંત્રીશ્રી ના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું.

HEALTH MINISTER VISNAGAR
આરોગ્ય મંત્રીશ્રીએ આયુર્વેદિક હોસ્પિટલનું ભુમીપુજન કર્યું

50 બેડની નિર્માણ પામનારા આ આયુર્વેદ હોસ્પિટલ અત્યાધુનિક સેવા-સુવિધાઓથી સજ્જ બનશે.વિસનગર ખાતેની આયુર્વેદિક હોસ્પિટલ પ્રજાજનોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે તેમ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ એ આ પ્રસંગે જણાવ્યું હતું. મંત્રીશ્રી એ વિસનગર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે નવીન ડિજિટલ એક્સરે મશીનનું લોકાર્પણ કરીને દર્દીઓની સેવામાં સમર્પિત કર્યું હતું. ₹.13.40 લાખના ખર્ચે વિકસાવેલુ ડિજીટલ એક્સ-રે મશીન ઝડપી નિદાનમાં લાભદાયક નિવડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિસનગર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મહિને અંદાજીત 1100 જેટલા એક્સ રે થાય છે.

Similar Posts