| |

Crime News: વિસનગરના કુવાસણા રોડ પર ધોળે દહાડે સોનાના દોરાની લૂંટ,ચોર લૂંટારા બેફામ,પોલીસ ઘોર નિંદ્રામાં…

CHAIN SNECHAR

વિસનગરના કુવાસણા રોડ પર ધોળે દહાડે સોનાના દોરાની લૂંટ,

વિસનગર વિસ્તારમાં ચોરીના બનાવો વધતા જાય છે ત્યારે ફરી એક વાર વિસનગર વિજાપુર હાઇવે પર કુવાસણા ગામના પાટિયે રસ્તો પૂછવાના ભાન હેઠળ સાધુના વેશમાં આવેલા બે લૂંટારાએ એક આધેડના ગળામાંથી 3 તોલાની ચેઇન છીનવી ફરફ થઇ જતા આ બનાવ અંગે આધેડે વિસનગર શહેર પોલીસ મથકમાં સાધુના વેશમાં આવેલ બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વિગતમાં વિસનગરના કામલપુર (ગો) ગામના 60 વર્ષીય બાબુભાઈ જોઈતાભાઈ ચૌધરી ગત તારીખ 25/11/2023ના રોજ સવારે પોતાનું એક્ટિવા લઈ વિસનગરમાં આવ્યા હતા. જ્યાં વિસનગરમાં કામ પતાવી એક્ટિવા લઈ ઘાઘરેટ ગામે મિત્રની દીકરીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જતા હતા. તે દરમિયાન કુવાસણા ગામના પાટિયા પર પહોચતા છીંકણી કલરની ગાડીમાં આવેલ શખ્સોએ હાથનો ઈશારો કરતા એક્ટિવા ઉભુ રાખ્યું હતું.

ગાડીમાં બેઠેલા શખ્સે તકનો લાભ લઇ બાબુભાઈના ગળામાં પહેરેલ 1.50 લાખ કિંમતના આશરે ત્રણ તોલાની સોનાની ચેઇન સેરવી ગાડી લઈ વિજાપુર તરફ ફરાર થઈ ગયા હતા. જે આ અંગે બાબુભાઇએ નાગા બાવા સાધુના વેશ ધારણ કરી ગાડી લઈ આવેલ શખ્સો વિરુદ્ધ વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.પોલિસ ચોરોને નાથવામાં નિષ્ફ્ળ સાબિત થઇ રહી છે.

https://nirbhaymargnews.com/

Similar Posts