જુના નોકર પાસેથી 3.68 લાખ રિકવર કરાયા, હજુ 2 વોન્ટેડ
વિસનગર સીટી પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી છે.વિસનગર ગંજબજારમાં એક પેઢીમાં થયેલી ચોરીનો ભેદ રાજસ્થાનમાં 3 દિવસ ધામા નાખીને એક બાલ કિશોરને પકડી ઉકેલી નાખ્યો છે.પેઢીમાં જ નોકરી કરતા 17 વર્ષીય બાલ કિશોર પાસેથી રૂ.3.68 લાખની રોકડ રિકવર કરી છે. જ્યારે રાજસ્થાનના અન્ય બે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
વધુ વિગતમાં વિસનગર ગંજબજારમાં ભગવતી સેલ્સ અને ભગવતી ટ્રેડિંગ કંપનીના નામે ભાગીદારીથી ધંધો કરતા મોદી દિપકભાઇ ધીરજલાલ ગત શુક્ર, શનિ અને રવિવારના માલના વેપારમાંથી આવેલા રૂ.8.80 લાખ બેન્ક બંધ હોવાથી પેઢીના લોકરમાં મૂકી પેઢી બંધ કરી ઘરે ગયા હતા. રવિવારે રાત્રે ચોરોએ પેઢીનો નકૂચો તોડી અંદર ઘૂસી તિજોરીનું લોક તોડી રૂ.8.80 લાખની રોકડ ચોરી ગયા હતા. સોમવારે દીપકભાઇએ પેઢી ખોલતાં ચોરી થયાનું માલુમ પડતાં તેમના ભાગીદાર પટેલ અશ્વિનભાઇ છગનભાઇએ ચોરી થયાની સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
એ ફરિયાદના આધારે વિસનગર સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.એન.ગઢવી તથા પી.એસ.આઈ એન.એન.ગોહેલ તથા ડી -સ્ટાફ ટીમ બનાવી સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લેતાં તપાસ દરમિયાન નંબર વગરની સ્વીફ્ટ ડીઝાયર ગાડી ટ્રેક કરી હતી.
સમગ્ર મામલો રાજસ્થાન તરફ જતાં પોલીસે રાજસ્થાનના સાંચોરમાં ધામા નાંખી તપાસ હાથ ધરી હતી. જ્યાં ચાર દિવસના ઉજાગરા બાદ પોલીસે 17 વર્ષીય એક બાળકિશોરને પકડી પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલી દીધો હતો અને તેની પાસેથી રૂ.3.68 લાખ રિકવર કરાયા છે. તેની પૂછપરછમાં રાજસ્થાનના મદનસિંહ અને પ્રકાશસિંહ નામના બે શખ્સો સાથે મળી ત્રણેય ચોરોએ સાથે મળીને આ કામને અંજામ આપ્યાનું ખુલ્યું હતું.
આ કેસમાં કામગીરી કરનાર અધિકારી -કર્મચારીઓ:-
(1) પો.ઇન્સ.એ.એન.ગઢવી
(2) પો.સબ.ઇન્સ એન.એન.ગોહેલ
(3) એ.એસ.આઇ. ચિંતનકુમાર નટવરભાઈ
(4) અ.હેડ.કોન્સ્ટેબલ ભરતભાઈ કાળીદાસ
(5) પો.કો રાજુભાઇ વજાભાઇ
(6) પો.કો મનોજકુમાર સાહેબરાવ
(7) પો.કો મહેશકુમાર વેલજીભાઇ
(8) પો.કો કલ્પેશકુમાર મનુભાઈ
(9) પો.કો હાર્દિકસિંહ તખતસિંહ
(10) પો.કો નિકુલકુમાર કાનજીભાઈ