હાઈકોર્ટે આરોપી પતિ અને સાસુ-સસરાની ક્વોશઇંગ પિટિશન ફગાવી છે સાથે જ કેટનો ખટલો પણ ઝડપી ચલાવવા ટ્રાયલ કોર્ટને હુકમ કર્યો
રાજકોટની એક ઘટનાએ સૌના કાન સરવા કરી દીધા હતા. પુત્રવધુ અને પુત્રના અંગતપળોના વિડીયો સાસુ-સસરા ઉતારી વેબસાઈટ ઉપર ચડાવતા હતા. પતિ અને સસરા રૂપિયા કમાવવાની લાલચે વેબસાઈટ ઉપર વિડીયો અપલોડ કરતા હતા. પુત્રવધુના સેક્સ વીડિયો વેબસાઈટમાં અપલોડ કરી ક્રીપટો કરન્સી માધ્યમથી રૂપિયા કમાવાતા હતા.
આ કેસમાં હવે હાઈકોર્ટે લાલ આંખ કરી છે. હાઈકોર્ટે આરોપી પતિ અને સાસુ-સસરાની ક્વોશઇંગ પિટિશન ફગાવી છે. સાથે જ કેટનો ખટલો પણ ઝડપી ચલાવવા ટ્રાયલ કોર્ટને હુકમ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કરાયેલી કન્સેન્ટ ક્વોશીંગ પિટિશન જસ્ટિમ હસમુખ ડી સુથાર દ્વારા આકરા વલણ સાથે ફગાવી દેવાઈ છે.
ક્વોશિંગ પિટિશન એટલે પક્ષકારો વચ્ચે સમાધાન થઈ ગયું હોવાથી ફરિયાદ રદ કરવા માટેની અરજી. આ કેસ સભ્ય સમાજ અને સંસ્કૃતિને વિપરિત અસર કરતો હોવાથી અને સામાજિક-આર્થિક ગુનો હોવાથી જસ્ટિસ હસમુખ ડી.સુતારે તેને રદ કરવાનો ઈન્કાર કર્યો છે. હાઈકોર્ટે આ કેસમાં આકરું વલણ દાખવ્યું છે.
હાઈકોર્ટે નોંધ્યું કે, આરોપીઓના ગુનાહિત કૃત્યને પીડિતાના જીવનના મૂળ, સ્વતંત્રતા અને ગરિમાને હચમચાવી નાંખે છે. હાઈકોર્ટે કહ્યું કે, પુત્રવધુના અંતરંગ દ્રષ્યો વાયરલ કરનારા સાસુ-સસરા, પતિ સામે કેસ ચલાવો. હાઈકોર્ટે કહ્યું કે, આરોપી પતિ અને સસરાએ માત્ર પોતાના અંગતસ્વાર્થ અને લાભ માટે પૈસા કમાવવાના હેતુથી પીડિતાનું શોષણ કરીને નગ્ન ફોટા અને પોર્ન વીડિયો બનાવ્યા હતા.
આરોપીઓની ગુનાહિતતાના કારણે પીડિતાની ગરિમાનું હનન થયું છે. આરોપીઓને આ વાત ખબર હતી. છતા તેમણે આવું કૃત્ય કર્યું. આરોપીઓનું આ કૃત્ય સ્ત્રના સન્માનને આઘાત પહોંચાડે છે. ભારતીય સંસ્કૃતિ અને સમાજમાં સ્ત્રીનો આદર સન્માન હોય છે. સ્ત્રની ગરિમાને હનન કરતું કોઈપણ કૃત્ય એ માત્ર ગંભીર જ નથી, પરંતું નૈતિક રીતે ખોટું પણ છે.
આજના સમયમાં મહિલાની સુરક્ષા અને સલામતીના પ્રશ્નો અને મહિલાઓ વિરુદ્ધના સેક્સ્યુઅલ ગુનાઓ પણ નોંધાઈ રહ્યા છે. ભારત સરકારે મજબૂત કાયદા બનાવ્યા છે. આ કાયદાઓની અસરકારક અમલવારી થાય તે ખૂબ જરૂરી છે. પ્રસ્તુક કેસમાં આરોપી પતિ, સસરા અને સાસુએ તેમની પત્ની અને પુત્રવધૂ સાથે ગંદુ વર્તન કર્યું છે.
આરોપીઓની વિરુદ્ધનો ગુનો સમાજ અને સંસ્કૃતિને વિપરીત અસર કરનારો સામાજિક આર્થિક ગુનો છે. સભ્ય સમાજમાં ગૃહલક્ષ્મી તરીકે સન્માનિત થતી પુત્રવધુનું રક્ષણ કરવાની નૈતિક જવાબદારી અદા કરવામાં આરોપી પતિ, સાસુ અને સસરાના નિષ્ફળ રહ્યાં છે.