|

BANASKANTHA : સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં ગર્ભગૃહમાં VIP દર્શન બંધ કરવામાં આવ્યાં

કોંગ્રેસ પ્રવકતા હેમાંગ રાવલે ૫ હજાર રૂપિયા લઈ VIP દર્શન થતાં હોવાનો આક્ષેપ કર્યો હતો

બનાસકાંઠામાં આવેલુ સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં ગર્ભગૃહમાં VIP દર્શન બંધ કરાયા છે.VIP પ્લાઝાથી દાન રૂપે પાવતી લઈને દર્શન થતા હોવાનો આક્ષેપ કર્યા હતા. તો અગાઉ કોંગ્રેસ પ્રવકતા હેમાંગ રાવલે ૫ હજાર રૂપિયા લઈ VIP દર્શનના આક્ષેપ કર્યો હતો. તો અંબાજી મંદિરના વહીવટદારએ નિવેદન આપ્યુ છે કે અત્યારે અંબાજી મંદિરમાં ગર્ભગૃહમાં પાવતી આપી દર્શન થતા નથી

આ તરફ ડાકોર મંદિરમાં VIP દર્શન માટેના પૈસા લેવામાં આવતા હોવાને લઈ વિવાદ છેલ્લા કેટલાક દિવસોથી વકર્યો છે. જે દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. આ દરમિયાન હવે પોસ્ટરો ગ્રામ્ય વિસ્તારમાં લાગવાના શરુ થતા વિવાદ હવે વધુ વકરવા લાગ્યો છે. ડાકોર અને ઠાસરા વિસ્તારના અનેક ગ્રામ્ય વિસ્તારમાં વીઆઈપી દર્શનના ૫૦૦ અને ૨૫૦ રુપિયા લેવાના મુદ્દે પોસ્ટર-બેનર લાગ્યા છે.