અમ્પાયરને જાનથી મારી નાખવાની ધમકીથી આ ખેલાડી પર આજીવન પ્રતિબંધ લાદ્યો
ક્રિકેટના મેદાન પર કેટલીકવાર કંઈક એવું બને છે જે હંમેશા માટે યાદગાર બની જાય છે. ટીમો ઘણી મેચોમાં શાનદાર જીત હાંસલ કરે છે, જ્યારે ઘણા બેટ્સમેનોએ પોતાના બેટથી એટલા રન બનાવ્યા છે કે તેઓ ઈતિહાસના પાનામાં પોતાનું નામ અંકિત કરી ચૂક્યા છે. ઘણા બોલરો તેમની બોલિંગને કારણે વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓમાં પ્રખ્યાત થઈ ગયા છે. પરંતુ ક્યારેક ક્રિકેટના મેદાન પર કેટલીક એવી ઘટનાઓ બને છે જેને દુનિયા હંમેશા યાદ રાખે છે.
આવી જ એક ઘટના ન્યૂઝીલેન્ડમાં બની હતી. જ્યાં એક ખેલાડીએ અમ્પાયરને મારી નાખવાની ધમકી આપી હતી અને તેના કારણે તેની ક્રિકેટ કારકિર્દી બરબાદ થઈ ગઈ હતી. આ ઘટના ક્લબ લેવલના ક્રિકેટર સાથે જાેડાયેલી છે. વર્ષ ૨૦૨૧ માં ૪ ડિસેમ્બરના રોજ ન્યુઝીલેન્ડના ગિસબોર્ન શહેરમાં રમાયેલી મેચ બાદ પોવર્ટી બે ક્રિકેટ એસોસિએશને ટિમોટી વેર નામના ખેલાડી પર આજીવન પ્રતિબંધ લાદ્યો હતો. આ ખેલાડીએ અમ્પાયરને મારી નાખવાની ધમકી આપી હતી. જે ક્રિકેટ આચાર સંહિતાના લેવલ ૪નું ઉલ્લંઘન હતું.
ટિમોટી વેર પર હાઈસ્કૂલ ઓલ્ડ બોયઝ ક્રિકેટ ક્લબ સામેની મેચની છેલ્લી મેચમાં અમ્પાયરને મારી નાખવાની ધમકી આપવાનો આરોપ હતો. ખેલાડી સામેના આરોપો અંગે કોઈ સુનાવણી થઈ ન હતી. પુરાવાના આધારે આ અંગે ર્નિણય કરનાર સમિતિએ તેને આજીવન પ્રતિબંધ જેવી મોટી સજા આપી હતી. જાે કોઈ ખેલાડી લેવલ ૪ ના ગુના માટે દોષિત સાબિત થાય છે તો તેને ર્નિણય સામે અપીલ કરવાનો અધિકાર નથી હોતો. પોવર્ટી બે ક્રિકેટ એસોસિએશને ટિમોટી વેરને અગાઉ બે વખત નિયમોના ઉલ્લંઘન માટે દોષિત ઠેરવ્યો હતો.
- Advertisement -
ક્લબના અધ્યક્ષ આઈઝેક હ્યુજીસે આ સમગ્ર મામલે ખુલીને કહ્યું કે આવી ઘટનાઓ નિંદનીય છે અને ક્રિકેટમાં તેમના માટે કોઈ સ્થાન નથી. આ ર્નિણય લેતા પહેલા તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી અને સાક્ષીઓને સાંભળ્યા પછી લેવામાં આવી હતી.