હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી હતી જેના પગલે ગઈકાલ રાતથી જ આજે વહેલી સવાર સુધીમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 151 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધુ નોંધાયો હતો.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો
રાજ્યમાં ગઈકાલે સાંજથી આજે વહેલી સવાર સુધીમાં અનેક જગ્યાએ વરસાદ વરસ્યો હતો. આ પહેલા હવામાન વિભાગે રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી હતી. ગઈકાલે કાલે સાંજે અનેક તાલુકામાં ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં આવેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 151 તાલુકમાં વરસાદ નોંધાયો હતો જેમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 5 ઈંચ કરતા પણ વધુ વરસાદ નોંધાયો હતો.
આગામી 4 દિવસ ભારે વરસાદી આગાહી
- Advertisement -
હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં અરવલ્લી, દાહોદ, મહિસાગર અને વલસાડમાં અને ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી સહિતના વિસ્તારોમાં મધ્યથી ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
SOURCE : GUJARAT SAMACHAR