|

BANASKANTHA : અંબાજી મંદિરમાં ગર્ભગૃહમાં VIP દર્શન બંધ કરવામાં આવ્યાં

કોંગ્રેસ પ્રવકતા હેમાંગ રાવલે ૫ હજાર રૂપિયા લઈ VIP દર્શન થતાં હોવાનો આક્ષેપ કર્યો હતો

Ambaji: બનાસકાંઠામાં આવેલુ સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં ગર્ભગૃહમાં VIP દર્શન બંધ કરાયા છે.VIP પ્લાઝાથી દાન રૂપે પાવતી લઈને દર્શન થતા હોવાનો આક્ષેપ કર્યા હતા. તો અગાઉ કોંગ્રેસ પ્રવકતા હેમાંગ રાવલે ૫ હજાર રૂપિયા લઈ VIP દર્શનના આક્ષેપ કર્યો હતો. તો અંબાજી મંદિરના વહીવટદારએ નિવેદન આપ્યુ છે કે અત્યારે અંબાજી મંદિરમાં ગર્ભગૃહમાં પાવતી આપી દર્શન થતા નથી

આ તરફ ડાકોર મંદિરમાં VIP દર્શન માટેના પૈસા લેવામાં આવતા હોવાને લઈ વિવાદ છેલ્લા કેટલાક દિવસોથી વકર્યો છે. જે દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. આ દરમિયાન હવે પોસ્ટરો ગ્રામ્ય વિસ્તારમાં લાગવાના શરુ થતા વિવાદ હવે વધુ વકરવા લાગ્યો છે. ડાકોર અને ઠાસરા વિસ્તારના અનેક ગ્રામ્ય વિસ્તારમાં વીઆઈપી દર્શનના ૫૦૦ અને ૨૫૦ રુપિયા લેવાના મુદ્દે પોસ્ટર-બેનર લાગ્યા છે.