| |

VISNAGAR: વાળીનાથ મહાદેવ રબારી સમાજનું આસ્થા ધામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા

વાળીનાથ મહાદેવ

breaking news: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહેસાણાના તરભ ખાતે વાળીનાથ મહાદેવ મંદિર પહોંચ્યા છે, જ્યાં તેઓએ પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપી છે.

વાળીનાથ મહાદેવ

મહેસાણા વાળીનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ: અમદાવાદના ભવ્ય નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રધાનમંત્રી મોદીએ હાજરી આપી, અમૂલના 1200 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું. તેમજ તેઓ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતી પર શુભકામનાઓ આપી.

તેમજ ડેરી ઉત્પાદન સાથે સંકલિત લોકોનું અભિવાદન મોદીએ કર્યું. ત્યારે અમદાવાદથી તેઓ સીધા મહેસાણાના વાળીનાથ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પહોંચ્યા છે. ખુલ્લી જીપમાં લોકોનુ અભિવાદન ઝીલતા પ્રધાનમંત્રી મોદી મંદિર સુધી પહોંચ્યા હતા. મહાશિવલિંગ-સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરીથી માહોલ ભક્તિમય બન્યો છે. લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ એકઠા થયા છે.

વાળીનાથ મહાદેવ રબારી સમાજનુ આસ્થા ધામ નો ઇતિહાસ : દંતકથા મુજબ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે રાસલીલા રચતા ત્યારે ભગવાન શિવ ગોપીના સ્વરૂપમાં રાસલીલામાં ગયા હતા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ શિવજીને તેમના નાક કે કાનમાં પહેરેલ વાળીના લીધે તેમના સ્વરૂપને ઓળખી લીધા હતા. ત્યારે ભગવાન શિવનું નામ વાળીનાથ તરીકે ઓળખાયું.

ગુજરાતના મહેસાણા જિલ્લાના ગામ તરભમાં લોકોની આસ્થાનું પ્રતીક સમા શ્રી વાળીનાથ અખાડો વાળામાં આવેલો છે, જેનો ઇતિહાસ અતિ પ્રાચીન છે. આજથી લગભગ 900 વર્ષ પહેલાં હાલની જગ્યા ઉપર વિરમગીરીજી બાપુનું આગમન થયું હતું. પૂજ્ય શ્રી વિરમગીરીજી બાપુ મૂળ રબારી જ્ઞાતિના હતા. તેઓ ઉત્તર ગુજરાતમાં લોકોમાં પરસ્પર પ્રેમ, ભક્તિ અને ધાર્મિક શ્રધ્ધા જાગૃત કરી રહ્યા હતા.

આ ભવ્ય શિવમંદિર આશરે 40 કરોડ રૂપિયાના ખર્ચામાં બનીને તૈયાર કરાયું છે. વાળીનાથ ધામમાં આવેલ પૌરાણિક મંદિર અને આશ્રમ 900 વર્ષથી અડીખમ ઊભેલી રાયણ અને તેની નીચે આવેલ અખંડ ધૂણીનો આગવો મહિમા રહેલો છે અને લોકો તેનામાં ખાસ આસ્થા ધરાવે છે. આશરે 250 થી 300 એકરની વિસ્તારમાં ફેલાયેલા વાળીનાથ ધામમાં ભવ્ય ગૌશાળા અને અશ્વ શાળા આવેલી છે. જેનું ઇતિહાસ ગૌશાળા લાડકી વાછરડીના વંશજ અને અશ્વશાલા રેમી ઘોડીના વંશજ છે, જે વાળીનાથ ધામમાં ખૂબ પૂજનીય છે.