GUJARAT: મહેસાણા કોર્ટ દ્વારા પાટીલને તેડું, ખાસ કેસમાં હાજર રહેવાનુ ફરમાન

સીઆર પાટીલ

Mehsana: મહેસાણા ચીફ કોર્ટે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને સાક્ષી તરીકે હાજર થવા સમન્સ કાઢ્યું છે. બે દિવસ અગાઉ કોર્ટે કાઢેલા સમન્સમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ હાજર ન રહેતા આ વખતે એટીએસને બોલાવીને સમન્સ બજાવણી માટે મોકલ્યું છે.

મહેસાણા ચીફ કોર્ટમાં 1 માર્ચના રોજ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને હાજર રહેવાનું ફરમાન આવ્યું છે. નકલી સરકારી અધિકારીના કેસમાં ફરિયાદ થઈ હતી. જેમાં કથિત આરોપી ભરત નાયક આ કેસ મહેસાણા ચીફ કોર્ટમાં ચાલવા માટે ટ્રાન્સફર થયો હતો. અને તે બાદ સુઓમોટો અંતર્ગત સીઆર પાટીલને સાક્ષી તરીકે હાજર થવા ફરમાન મોકલ્યું.

Nirbhay Marg News YouTube Channel

મહેસાણા ચીફ કોર્ટે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને સાક્ષી તરીકે હાજર થવા સમન્સ કાઢ્યું છે. બે દિવસ અગાઉ કોર્ટે કાઢેલા સમન્સમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ હાજર ન રહેતા આ વખતે એટીએસને બોલાવીને સમન્સ બજાવણી માટે મોકલ્યું છે.

Nirbhay Marg News YouTube Channel

તેમને 1 માર્ચે હાજર રહેવા તાકીદ કરી છે. આ કેસમાં સાક્ષી તરીકે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનું નિવેદન લેવુ જરૂરી હોવાથી તેમને અગાઉ સાક્ષી તરીકે હાજર રહેવા નોટિસ મોકલાઈ હતી. 20 ફેબ્રુઆરીના રોજ તેઓ હાજર રહ્યા ન હતા. તેથી કોર્ટે ફરીથી તેમના નામનું સમન્સ કાઢીને બજવણી માટે મોકલી આપ્યું હતું. આ કેસની મુદત 1 માર્ચે આપવામાં આવી છે. આ દિવસે સીઆર પાટીલને હાજર રહેવા જણાવવાયું છે.

માહિતી અનુસાર, આ બહુચર્ચિત કેસની તપાસ એટીએસ કરી રહી છે. તપાસનીસ અધિકારીઓએ આ કેસમાં સીઆર પાટીલનું નિવેદન લીધું જ નથી. કથિત આરોપીએ ફોન કર્યો તેનું નિવેદન તપાસનીસ અધિકારીઓએ રજૂ કરેલી ચાર્જશીટમાં મૂકેલ નથી, તેમજ તેમનો કોઈ જ ઉલ્લેખ તેમાં કરાયો નથી. માત્ર સીઆર પાટીલને ફોન કર્યો હોવાનો ઉલ્લેખ કાયો છે. તેથી તેમને સાક્ષી તરીકે હાજર રહેવા ફરમાન.

 

 

સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વભરના તમામ સમાચાર તમારા વોટ્સએપમાં મેળવવા માટે આ લિંક પર ટચ કરો

ઉત્તર ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

મધ્ય ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

દક્ષિણ ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

કચ્છ - સૌરાષ્ટ્ર ની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

રમત ગમતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

ફિલ્મ જગતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

આજનું રાશિફળ જોવા માટે ટચ કરો

અવનવી ટેક્નોલોજી ની માહિતી જોવા માટે ટચ કરો

યૂટ્યૂબ ચેનલ જોવા માટે અહીં ટચ કરો

ફેસબુક પેજ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ટ્વિટર પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો