| |

MEHSANA NEWS: વિજાપુર પ્રાથમિક શાળાના વિધાર્થીઓ પોલીસ સ્ટેશનની મુલાકાતે

Vijapur Police

નવનિયુક્ત પી.આઈ. એમ.એમ.વરચંદ દ્વારા નાના ભુલકાઓને પોલીસની કામગીરી થી માહિતગાર કરવામાં આવ્યા

હાલના સમયમાં પોલીસ (POLICE) અને કાનૂનથી માહિતગાર હોવું જરૂરી છે ત્યારે વિજાપુર પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પી.આઈ.(P.I) એમ.એમ.વરચંદ સાહેબ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે.વિજાપુર સરકારી પ્રાથમિક શાળાના ભૂલકાઓ અને શિક્ષકો દ્વારા પોલીસ સ્ટેશનની મુલાકાત કરવામાં આવી હતી.

 જેમાં પી.આઈ દ્વારા પોલીસ કેવી રીતે કામ કરે છે, વિવિધ ગુન્હાઓ (CRIME) આચરતા તત્વોને કેવી રીતે સજા અપાવવી, પોલીસ પ્રજાની મિત્ર હોય છે અને લોકોએ પોલીસથી ડર્યા વગર આગળ આવી પોતાની સમસ્યાઓ જણાવવી જોઈએ જેથી સત્વરે પોલીસ પ્રજાને ન્યાય અપાવી શકે.

સરળ અને સહજ સ્વભાવના યુવાન પી.આઈ. મહેશભાઈ વરચંદનું વિજાપુર (VIJAPUR) પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ થતાની સાથે શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે.

https://nirbhaymargnews.com/