|

વિસનગર અને વડનગર ખાતે શિક્ષકોને પક્ષાઘાત અને હૃદય હુમલા સારવારની એક દિવસીય તાલીમ અપાઈ

જિલ્લા પંચાયત પ્રમુશ્રી તૃષાબેન પટેલ અને ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોર ,કરસનભાઈ સોલંકી અને સરદારભાઈ ચૌધરીની અધ્યક્ષતા માં કાર્યક્રમ યોજાયો

MEHSANA NEWS: વિસનગર અને વડનગર ખાતે મહેસાણા જિલ્લાના શિક્ષકોને પક્ષાઘાત અને હૃદય હુમલા સારવારની એક દિવસીય તાલીમ અપાઈ હતી. રાજ્યમાં નાની ઉંમરના વિદ્યાર્થીઓ અને યુવાનોમાં કાર્ડિઆક એરેસ્ટ અને હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા હોવા બાબતે શિક્ષણ વિભાગ અને ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયા, ગુજરાતના સંયુક્ત ઉપક્રમે મહેસાણા જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાઓના શિક્ષકોને CPR (Cardio Pulmonary Resuscitation) ની તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

CPR TRAINING TEACHER

વિસનગર અને વડનગર ના શિક્ષકોને પક્ષાઘાત અને હૃદય હુમલા સારવારની એક દિવસની તાલીમનુ આયોજન 

તારીખ: 3/ 12 /2013 ના આજ રોજ નૂતન મેડિકલ કોલેજ, વિસનગર અને GMERS મેડિકલ કોલેજ, વડનગર માં જિલ્લા પંચાયત પ્રમુશ્રી તૃષાબેન પટેલ અને ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોર ,કરસનભાઈ સોલંકી અને સરદારભાઈ ચૌધરીની અધ્યક્ષતા માં કાર્યક્રમ કરવામાં આવેલ હતો. જેમાં ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયાની ટીમ દ્વારા શિક્ષકોને પ્રેક્ટીકલ (હેન્ડસ ઓન) ટ્રેનિંગ અને થિયરીની તાલીમ આપવામાં આવી હતી.

CPR TRAINING TEACHER01

આ તાલીમમાં શિક્ષકોને મતદાર યાદી સુધારણા (ખાસ ઝુંબેશ) અંતર્ગત વોટર હેલ્પલાઇન તથા નવા મતદારોને મતદાર યાદીમાં નામ નોંધાવા સંદર્ભે પણ હેન્ડસ ઓન ટ્રેનિંગ આપવામાં આવી. યુવા મતદારોમાં જાગૃતિ લાવવા “મત આપશે મેહોણીયા” ટેગ લાઇન અંતર્ગત શિક્ષકોને યુવા મતદારોને જાગૃત કરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો. “અમૃત મહેસાણા” અંતર્ગત યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ કલ્ચર વિકસે તથા વેબિનારમાં મહત્તમ વિદ્યાર્થીઓ જોડાય તે માટે હાકલ કરવામાં આવી હતી.CPR અંતર્ગત શિક્ષકોને તાલીમ બદ્ધ કરવામાં આવ્યા હતા.બીજો તબક્કો 17/12/23 ના રોજ યોજાશે એમ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એ .કે .મોઢે જણાવ્યું હતું

Similar Posts