| | | | |

CRIME: મહેસાણા જિલ્લો બન્યો ડબ્બા ટ્રેડીંગ હબ,કરોડોની છેતરપિંડી

વિવિધ રાજ્યોની પોલીસના મહેસાણામાં ધામાં, ડબ્બા ટ્રેડિંગના કેસમાં 40 થી વધુ યુવાનો અન્ય રાજ્યોની જેલમાં બંધ 

Dabba Treding: હાલના ઝડપી યુગમાં યુવાનો વધુ પૈસા કમાઈને રાતોરાત કરોડપતિ બનવા માટે શોર્ટકટ રસ્તાઓ અપનાવતા હોય છે, જેનો કરુણ અંજામ આવતો હોય છે.શેર બજાર એક એવો વ્યવસાય છે જે રાતોરાત કરોડપતિ પણ બનાવે છે એને રઝળતા પણ કરી નાખે છે. મહેસાણા જિલ્લાના વડનગર,વિસનગર ખેરાલુ જેવા તાલુકાના ગામડાઓમાં યુવાનો દ્વારા ખુબ જ મોટા પાયે ડબ્બા ટ્રેડિંગનો વ્યવસાય કરીને કરોડો રૂપિયાનું ચીટિંગ કરી રહ્યા છે.

Dabba treding tips

મહેસાણા જિલ્લો બન્યો ડબ્બા ટ્રેડીંગ હબ, કરોડો રૂપિયાનું ચીટિંગ

મળતી માહિતી પ્રમાણે આશરે ત્રણ થી ચાર વર્ષ પહેલા હિમાંશુ ભાવસાર નામના શખ્સ દ્વારા વિસનગર (VISNAGAR),વડનગર,ખેરાલુ ખાતે મોટા પાયે શેર બજારની ટિપ્સ આપી, રોકાણકારોને લાલચ આપી કરોડો રૂપિયાની ઠગાઈ હતી.જે સરકારના ધ્યાને આવતા તત્કાલિક ધોરણે કાર્યવાહી કરીને ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલા ઈસમોને પકડીને જેલના હવાલે કર્યા હતા.

પરંતુ હિમાંશુ ભાવસાર ઉર્ફે પિન્ટુના હાથ નીચે તૈયાર થયેલા અને તેના ચહિતા કહેવાતા યુવાનો દ્વારા વિસનગર અને વડનગર તાલુકાના કેટલાક ગામડાઓમાં ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિગ નો ધંધોમાં કરોડો રૂપિયા ભેગા કર્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન વડનગર (VADNAGAR) ના આજુબાજુના ગામડાઓમાં ઘેર ઘેર 16 થી 24 વર્ષના યુવાનો ડબ્બા ટ્રેડિંગના રવાડે ચડીને પોતાનું ભવિષ્ય બરબાદ કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે મહેસાણા જિલ્લા પોલીસની વિવિધ એજન્સીઓ દ્વારા ડબ્બા ટ્રેડિંગ કરતા ઈસમોને પકડીને જેલના હવાલે પણ કર્યા છે.પરંતુ આ બદી ડામવાના પગલે દિવસે ને દિવસે વધતી જાય છે.

આ યુવાનો દ્વારા પંજાબ,હરિયાણા, મહારાષ્ટ્ર,દિલ્હી, રાજસ્થાન તથા આંધ્ર પ્રદેશ, કેરલ વગેરે રાજ્યોના લોકોને બહુ મોટી રકમ નું વળતર આપવાની લાલચ આપી ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે.છાશવારે અન્ય રાજ્યોની પોલીસના મહેસાણા જિલ્લામાં ધામાં જોવા મળી રહ્યા છે.વિસનગર વડનગર વિસ્તારના આશરે 40 થી વધુ યુવાનો તો અન્ય રાજ્યોની જેલમાં ડબ્બા ટ્રેડિંગના ગુન્હામાં બંધ હોવાના લોકમુખે ચર્ચાઓ થઇ રહી છે.

Dabba Treding File Image

વિસનગર વિસ્તારમાં શોર્ટ ટાઈમમાં લાખો રૂપિયાની ગાડીઓ લઈને ફરતા યુવાનો જોવા મળી રહ્યા છે.સરકાર દ્વારા તેમનો ભૂતકાળ તપાસવામાં આવે તો જેની ટુ વિહલર ખરીદવાની હેસિયત નથી તેવા યુવાનો ખુલ્લેઆમ બ્લેક ફિલ્લમ અને નંબર પ્લેટ વગરની વાળી ગાડીઓ લઈને સીન સપાટા મારતાં જોવા મળે છે.

ડબ્બા ટ્રેડિંગ ( DABBA TREDING) ના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાનો જયારે યેનકેન પ્રકારે પોલીસની ગિરફ્તમાં આવે ત્યારે અમુક વકીલાતના વ્યવસાયને બદનામ કરનારા વકીલો યુવાનો ના માતા પિતા પાસે મસમોટી રકમો પડાવે છે.અમુક રાજકારણીઓ પણ ડબ્બા ટ્રેડિંગ કરતા લોકોને સુરક્ષા પુરી પાડતાં હોવાની પણ લોકમુખે ચર્ચાઓ જોવા મળી રહી છે.

https://nirbhaymargnews.com/

Similar Posts