| |

MAHESANA : વિસનગરની મહિલાની કળાને હાવર્ડ વર્લ્ડ રેકોર્ડ સ્થાન મળ્યું

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ મધર ટેરેસા નુ સૌથી નાનામાં નાનું નખ પોર્ટ્રેટ બનાવી રેકોર્ડ હોલ્ડર બની

વિસનગરના સત્યમેવ રેસીડેન્સીમાં રહેતી તેમજ મૂળ તરભ ગામની મહિલાએ પોતાની કળાને આગવી ઓળખ આપી હાવર્ડ વર્લ્ડ રેકોર્ડ લંડન માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. મહિલાએ પોતાની કળા દ્વારા સમગ્ર દેશમાં નખ પર પીંછી વડે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ ભારત રત્ન મધર ટેરેસા નુ સૌથી નાનું ચિત્ર બનાવીને હાવર્ડ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર બની ગઈ છે. જેમાં મહિલાને રેકોર્ડ સ્થાન મળતા શિલ્ડ, મેડલ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી છે.

હાવર્ડ વર્લ્ડ રેકોર્ડ લંડન માં સ્થાન પ્રાપ્ત કર્યું

 

વિસનગરના શહેરના સત્યમેવ રેસીડેન્સી માં રહેતી તેમજ મૂળ તાલુકાના તરભ ગામના મિતલબેન ભાવિકભાઈ ચૌધરી જેઓ ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. જેમાં મિતલ ચૌધરીએ પોતાની આગવી કળાને બહાર લાવી હતી. તેમની વિશિષ્ટ કળા દ્વારા પોતાના નખ પર પીંછી વડે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ ભારત રત્ન મધર ટેરેસા નુ સમગ્ર વિશ્વમાં અત્યારસુધી નુ નાનામાં નાનું ચિત્ર બનાવી હાવર્ડ વર્લ્ડ રેકોર્ડ માં મોકલતા તેમની પસંદગી થતા તેઓ હાવર્ડ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર બની ગયા છે.

નખ પર પીંછી વડે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નાનામાં નાનું ચિત્ર

આમ તો પેન તેમજ પેન્સિલ વડે ચિત્ર બનાવવું સરળ હોય છે પરંતુ પીંછી વડે નખ પર ચિત્ર બનાવવું કઠિન હોય છે તે પોતાની કળા દ્વારા બતાવી દીધું છે.

જેમાં મિતલબેન ચૌધરીએ પોતાની આગવી કળા દ્વારા પોતાના જ નખ પર 1.6 C.M સાઈઝ માં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ મધર ટેરેસા નુ ચિત્ર ફકત અડધા કલાકમાં જ બનાવી પોતાની આગવી કળાને રજૂ કરી હતી. જેથી તેમની આ આગવી કળાને હાવર્ડ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન મળતા રેકોર્ડ હોલ્ડર બની ગઈ છે.

આ અંગે મિતલ ચૌધરીએ જણાવ્યું હતું કે,”મારા નખ પર પી.એમ નરેન્દ્રભાઈ મોદી અને મધર ટેરેસા નુ પોર્ટ્રેટ પીંછી થી બનાવ્યું હતું. જેની સાઈઝ છે 1.6 સે.મી જે આ સૌથી નાનામાં નાનું પોટ્રેટ છે. જે લંડનમાં હાવર્ડ યુનિવર્સિટી વર્લ્ડ રેકોર્ડ કરી રહ્યું છે એમાં મે ભાગ લીધો હતો જેમાં મારી પસંદગી થતા સર્ટિફિકેટ અને મેડલ એનાયત કરવામાં આવ્યો છે. હું બહુ ગર્વ અનુભવું છું કે આ બધું મને મળ્યું છે. આગામી સમયમાં હું આજ કાર્યને આગળ વધારવા માગીશ.”