આ યોજનાથી મહેસાણા અને પાટણ જિલ્લાના ૧૮ ગામોની ૩,૭૦૫ એકર જમીનને આ ઉદવહન સિંચાઈ યોજનાનો સીધો સિંચાઈનો લાભ મળશે – ૧૪.૭૦ કિલોમીટરની પાઇપલાઇનથી ૫૭ મિટર સુધી પાણી ઉદવહન કરશે
રૂપિયા ૮.૧૫ કરોડના ખર્ચે ઊંઝા ખાતે નવ નિર્મિત ઊંઝા નગરપાલિકાના સરદાર વલ્લભભાઇ પટેલ ટાઉનહોલનું લોકાર્પણ
આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે માતપુર-બ્રાહ્મણવાડા ઉદવહન સિંચાઇ યોજનાનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે વિકાસની રાજનીતિ દ્વારા આયોજનબધ્ધ આગળ વધવાનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતે પુરૂ પાડ્યું છે, મુખ્યમંત્રીશ્રીએ આનો શ્રેય તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને આપતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ દેશનો શ્રેષ્ઠ વિકાસ થઇ રહ્યો છે, અને ભારતનું ગૌરવ વિશ્વમાં વધી રહ્યું છે. તેમણે ચંદ્રયાન-03ના ચંદ્રની ધરતી પર સફળ લેન્ડીંગને ભારતની યશોગાથાના મહત્વપૂર્ણ અધ્યાય તરીકે ગણાવ્યું હતું
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે વિકસિત ગુજરાતના નિર્માણ થકી વિકસિત ભારતના નિર્માણ માટે સૌને પ્રતિબધ્ધ બનવા આહવાન કરી જણાવ્યું હતું કે સરકાર હંમેશાં ખેડૂતોની સાથે રહી છે અને તેમની સાથે રહેવાની છે.
- Advertisement -
વરસાદ ખેંચાવાની સ્થિતિમાં ખેતી અને ખેડૂતને સહન કરવું પડે નહિ તે માટે રાજ્ય સરકારે કૃષિ માટે દશ કલાક વીજળી આપવા અને જરૂર પડે સિંચાઇ માટે નહેરોમાં પાણી છોડવા નિર્ણય લીધો છે તેમ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,ભાવિ પડકારોના સામના માટે વર્તમાન સમયની સજ્જતા માટે રાજ્ય સરકાર હમેશાં સજાગ છે, તેમણે ઉમેર્યું હતું કે ભવિષ્યની જરૂરીયાતનો વિચાર કરીને રાજ્ય સરકાર વિકાસ કામોની કાર્યયોજના તૈયાર કરે છે,તેમણે પ્રત્યેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવરના નિર્માણને જળસંચય માટેનું મહત્વપૂર્ણ કાર્ય ગણાવ્યું હતું. વિકાસ કાર્યોની સાથે સાથે પર્યાવરણની સુરક્ષાને પણ મહત્વ આપવું પડશે ગ્લોબલ વાર્મિંગ જેવી સમસ્યાના સામના માટે પ્રદુષણને અટકાવવા ઉપરાંત જળસંચય અને વૃક્ષારોપણના મહત્વને પણ સમજવું પડશે. રાજ્ય સરકાર છેવાડાના જરૂરીયાતમંદ લોકો સુધી વિકાસ યોજના પહોંચાડવા સતત પ્રયાસરત છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની વિકાસયાત્રામાં જનશક્તિની સહભાગીતાને મહત્વપૂર્ણ ગણાવી સૌનો સાથ,સૌનો વિકાસ,સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસને કર્મમંત્ર બનાવી વિકસિત ભારતના નિર્માણ માટે દેશના અમૃતકાળના અનુપમ અવસરે સૌને સંકલ્પબધ્ધ થવા અનુરોધ પણ કર્યો હતો.
ઊંઝા ખાતે રૂપિયા ૮ કરોડના ખર્ચે નિર્માણ પામેલા સરદાર વલ્લભભાઇ પટેલ ટાઊનહોલનું ઇ-લોકાર્પણ
આ અવસરે વિવિધ સામાજિક સંગઠનો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, ૬૯ કરોડ રૂપિયાની મહત્વાકાંક્ષી યોજનાથી મા નર્મદાનું અવતરણ અહીંની ધરતી પર થયું છે. ઉત્તર ગુજરાતની ધરતીને નવપલ્લવિત કરી ખેડૂતોની સમૃધ્ધિ થાય તે દિશામાં સરકાર પ્રધાનમંત્રીશ્રીના દિશાદર્શનમાં અને મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં કામ કરી રહી છે. પ્રધાનમંત્રીશ્રીએ ઉત્તર ગુજરાતને ઉત્તમ ગુજરાત બનાવવા માટે અનેક વિકાસ કાર્યો કર્યા છે.. સુજલામ સુફલામ યોજના સહિત નદીમાં બેરેજ બનાવી જમીનના તળ ઊંચા આવે તે દિશામાં સરકાર કામ કરી રહી છે.
- Advertisement -
આ યોજના અંતર્ગત બીજા તબક્કામાં આ હયાત પાઈપલાઈનને માતપુરથી આગળ લંબાવીને માતપુર તળાવ પાસે પંપીંગ સ્ટેશન બનાવીને ઉંઝા તાલુકાનાં બ્રાહ્મણવાડા ગામ સુધી કુલ ૧૪.૭૦ કિ.મી લંબાઈની ૧૨૧૬ મીમી વ્યાસની એમ.એસ પાઈપલાઈન દ્વારા ધરોઈ એક્ષ્ટેન્ડેડ બ્રાંચ કેનાલ નંબર ૪ અને ૫ માં ૫૦ ક્યુસેક્સ પાણી નાખી ઊંઝા ,પાટણ અને વિસનગર તાલુકાનાં ધરોઈ કમાન્ડ વિસ્તારના ૩,૭૦૫ એકર જમીનમાં પૂરક સિંચાઈ માટેની કામગીરી પૂર્ણ કરાઇ છે.
રૂપિયા ૬૭.૬૯ કરોડના ખર્ચે નિર્મતિ આ યોજના ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સિંચાઇની મહત્વની યોજના બની રહી છે. આ યોજનામાં કુલ ૧૧.૭૦ કિ.મીની ડીસ્ટ્રીબ્યુશન પાઈપલાઈન નેટવર્ક દ્વારા નવ જેટલા ગામોના તળાવોમાં પાણી ભરીને પુરક સિંચાઈ ની સુવિધા ઉભી થશે અને ભુગર્ભ જળ રીચાર્જ થશે. માતપુર ખાતેના પંપીગ સ્ટેશન દ્વારા ૫૦ કયુસેકસ પાણી ૧,૨૧૬ મીમી વ્યાસ ની ૧૪.૭૦ કી.મી. ની એમ.એસ.પાઈપલાઈન મારફતે ૫૭ મીટર ઉંચાઈ સુધી ઉદ્દવહન કરવામાં આવશે.
- Advertisement -
આ પ્રસંગે સાસંદશ્રી શારદાબેન પટેલ, સાંસદશ્રી ભરતસિંહ ડાભી,પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઇ પરમાર,ધારાસભ્ય સર્વેશ્રી કીરીટભાઇ પટેલ,મુકેશભાઇ પટેલ,સુખાજી ઠાકોર,કરશનભાઇ સોલંકી,સરદારભાઇ ચૌધરી, પુર્વ ગૃહમંત્રી રજનીભાઇ પટેલ,અગ્રણી ગીરીશભાઇ રાજગોર,જિલ્લા ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમના ચેરમેન કે.બી.રાબડીયા, જિલ્લા કલેકટર એમ નાગરાજન,જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ,જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી,નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા,નગરપાલિકા પ્રમુખ રીન્કુબેન પટેલ,કારોબારી ચેરમેન હરીભાઇ પટેલ સહિત ઊઁઝા શહેર,તાલુકા,મહેસાણા અને પાટણ જિલ્લાના પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.