સોસાયટીમાં રહેતી મહિલાએ અન્ય મહિલાનું ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી બીભત્સ લખાણ લખ્યું
ખેરાલુમાં તિરુપતિ ગ્રીન સોસાયટીમાં રહેતી મહિલાનું અન્ય મહિલા એ ડમી એકાઉન્ટ બનાવી ફોટા ફરતા કરતા મહિલાના પતિ પાસે ફોટો જતા પતિ ચોકી ઉઠ્યો હતો.
સમગ્ર મામલે મહિલા ને પૂછતા મહિલા ઇન્સ્ટાગ્રામ વાપરતી જ ના હોવાની વિગતો સામે આવતા પતિએ સાયબર ક્રાઈમ માં ફરિયાદ કરતા સમગ્ર નકલી એકાઉન્ટ બનાવનાર બીજું કોઈ નહિ પણ સોસાયટીમાં જ રહેતી અન્ય મહિલા હોવાનું સામે આવ્યું છે.
- Advertisement -
પંકજ કુમાર બારોટ પોતાની દુકાન પર હતા એ દરમિયાન મિત્ર એ ફોન કરી જાણ કરી કે તમારી પત્નીના ફોટા પર બીભત્સ લખાણ લખેલા ફોટા વાયરલ થયા છે.સમગ્ર મામલે પતિ ઘરે આવી મહિલાને સમગ્ર મામલે પૂછતા મહિલા ઇન્સ્ટાગ્રામ વાપરતી ન હોવાનું જણાવ્યું હતું.
બાદમાં સાયબર ક્રાઇમમાં અજાણ્યા ઈસમો સામે બીભત્સ લખાણ લખી ફોટા ફરતા કરવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. સોસાયટીમાં રહેતી પંડિત ક્રિષ્ના નામની મહિલાએ જ ફરિયાદીની પત્નીનું ડુપ્લીકેટ ઇન્સ્ટાગ્રામ એકાઉટ બનાવી બીભત્સ લખાણ લખ્યા બાદ ફોટા વાયરલ કર્યા હતા.
સમગ્ર મામલે ફરિયાદી સોસાયટીમાં રહેતી મહિલા ને ઠપકો આપવા જતા મહિલા ઉશ્કેરાઈ જઇ ફરિયાદી ને ગાળો બોલી હવે મારા ઘરે અવસો તો તમારા દીકરા ને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપતા મહિલા વિરુદ્ધ ખેરાલુ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.