ખોડીયાર નગર ની ગોપીઓ દ્વારા નંદ ભયો પણ કર્યો હતો, રોજ સત્સંગ, પૂજા સહિતના કાર્યક્રમો
પ્રાચી તીર્થ…કહેવાય છે ને કે સોવાર કાશી એકવાર પ્રાચી તીર્થ માં અધિક માસની શહેરમાં વિવિધ જગ્યાએ ગોપીઓ દ્વારા ઉજવણી કરવામાં આવે છે જેમાં આજે ખોડીયાર નગરમાં ગોપીઓ દ્વારા નંદ ભયોનો આયોજન કરવામાં આવ્યું હતું તથા ગોપીઓ કાંઠા ગોરમા ની પૂજા અર્ચના કરી છે અને રાસલીલા કરી છે રોજ સત્સંગ નુ આયોજન કરે છે અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ઉત્સવ પણ ઉજવવામાં આવે છે.પુરુષોત્તમ માસ એટલે અધિક માસ કહેવાય છે.
આ અધિક માસ દર ત્રણ વર્ષે આવે છે સૂર્યના ચંદ્ર અને પૃથ્વીના પરિભ્રમણ થકી જે દિવસે વધે છે તેને અધિક માસ કહે છે ભગવાન શ્રીકૃષ્ણ નારાયણ છે ૧૨ માસના અધિક માસ પવિત્ર ગણાય છે આખો માણસ દાન પુણ્ય કરે છે મંગળ કાર્ય કરે છે અને ભક્તિ ભાવથી પૂજન કરે છે ભગવાન પુરુષોત્તમ ની પૂજા કરવાથી વૈકુંઠધામની પ્રાપ્તિ થાય છે પુરષોત્તમ માસમાં પશુ પક્ષી પ્રાણીની ગોપીઓ સેવા કરે છે ગોરમાની પૂજા કરી બહેનો કાંઠા ની પૂજા આરતી કરે છે અને ગીત ગાય છે અને ઈશ્વરની આરાધના કરે છે અધિક માસમાં ગોપીઓ યાત્રા કરવી શુભ ગણવામાં આવે છે અધિક માસમાં ૧ રૂપિયાના દાનનું પણ ૧૦૦ ગણું ફળ પ્રાપ્ત થાય છે પુરુષોત્તમ માસમાં ૩૦ દિવસ ગોરમા ની પૂજા અર્ચના અને ગીત કથા સાંભળવાની હોય છે…
- Advertisement -
અહેવાલ : – અરવિંદ સોઢા, પ્રાંચી ગીર સોમનાથ