| |

GIR SOMNATH : તલાલામાં માતાજીના નામે છેતરપીંડી કરતી ટોળકી ઝડપાઇ

વિધિ કરી 500 કરોડનો ઢગલો કરી આપવાનું કહી તાંત્રિકોએ લાખો પડાવ્યાં

કુંવારી કન્યાની ખોપરી છે કહી પ્લાસ્ટિકની ખોપરી બતાવી,લોકો પાસે સોનાના નાગ પણ બનાવડાવ્યા

તાલાલાના પાણીકોઠા ગામે રહેતો મુસા હાજીભાઈ સમા પોતાને માતાજી આવતા હોય તાંત્રિક વિધી કરી નાણાંનો ઢગલો કરવાનો ડોળ કરી લોકો પાસેથી નાણાં, સોનુ પડાવી છેતરપીંડી કરતો હતો.

તાંત્રિક પ્રવૃત્તિનો ભોગ બનનાર હરકિશન ભાઈ મગનપુરી ગૌસ્વામી એ ફરિયાદ કરતા એલસીબીની ટીમે દબોચી લીધો હતો.

તાંત્રિક વિધી કરી છેતરપીંડી કરતો…

હરકિશનભાઈ બે વર્ષ પહેલાં રાજકોટ ચા પીવા બેઠા હતા. તે સાધુ વેશમાં હોઇ અલતાફે પૂછ્યું હતું કે, સાધુ છો, આશ્રમ ચલાવો છો. જોકે, હરકિશનભાઈ એ કહ્યું હતું કે એટલા પેસા નથી. આથી અલતાફે કહ્યું હતું કે, તમે નાણાંની ચિંતા ન કરો પાણીકોઠા ગામે મુસાબાપુ છે તેમને સાક્ષાત માતાજી આવે છે. 500 કરોડનો ઢગલો કરી દેશે.

આથી તેને કારમાં બેસાડી મુસાબાપુને ઘેર પહોંચ્યા હતા. અને સાંજે આંબાના ઝાડ નીચે ગોળ કુંડાળું કરી હરકિશનભાઈને બેસાડી મુસાબાપુએ વિધિ કરી હતી.કહ્યું હતું કે, ચાર દિવસ વ્યાજે લઈ લો પછી હું ઢગલો કરી આપીશ. આથી હરકિશનભાઈએ લંડન સ્થિત તેમનાં બહેન પાસેથી 4.50 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. 1 લાખની સગા પાસેથી લીધા હતા.

 

ત્યાં એક શખ્સ તેલની શીશી આપી ગયો હતો. બાદમાં ફરી વિધી શરૂ થઈ હતી. બાદમાં એક રૂમમાં જઈ આ રૂપિયા અને ખોટી નોટોનો ઢગલો કરી આ પેસા ધર્માદાના છે. આશ્રમ માટે નાણાં આજ રીતે રાજકોટ આવી ઢગલો કરી આપશે તેમ કહ્યું હતું. ફરી તેલ માટે 5.30 લાખ માંગ્યા હતા.

પાર્ટીને છેતરવા કેવું હતું પ્લાનીંગ…

આ તાંત્રિક ટોળકી અગાઉથી પોતાના બનાવેલા પ્લાનીંગ સાથે આવનાર પાર્ટીને પોતાનો શિકાર બનાવતી. જેમાં મુસાભાઈ-સાક્ષાત માતાજીને બોલાવનાર, અલ્તાફ હેલ્મેટમાં વાંસ ફિટ કરી ડુપ્લીકેટ માથું બનાવી લંબાઈ વધારી કાળા કપડાંમાં પ્રગટ થનાર માતાજી, સિકંદર કુંવારી કન્યાની પ્લાસ્ટિકની ખોપરી લાવનાર ,અબ્દુલ ઉર્ફે વકીલ હેદરભાઈ બ્લોચ – નકલી પી.આઈ, અબ્દુલ ઇસ્માઇલભાઈ મજગુલ, ઈમ્તિયાઝ ઉર્ફે યુસુફ મુસાભાઈ સમાએ નકલી પોલીસ કોન્સ્ટેબલનું પાત્ર ભજવ્યું હતું.

જ્યારે સોનાનો નાગ ચડાવવાની તાંત્રિક વિધિમાં સાક્ષાત માતાજી બોલાવનાર મુસા સમા, કાળા કપડાં માં પ્રગટ થનાર માતાજી અલ્તાફ, તેલની શીશી લાવનાર ભગવાધારી સિકદર, ઝેર વગરનો સાપ લાવી મૃત્યુ થયાનો ઢોંગ કરનાર નજીમ જ્યારે જગદીશ, દિપક, વજેસીગે નકલી પોલીસનો હોવાનો રોલ રજૂ કર્યો હતો.

આ લોકો પોલીસના ઝબ્બે…

મુસાભાઈ હાજીભાઈ સમા, અલ્તાફ મુસાભાઈ સમા, સિકદર મોતીશા શામદાર, અબ્દુલ ઉર્ફે વકીલ હેદરભાઈ બ્લોચ, અબ્દુલ ઇસ્માઇલભાઈ મજગુલ, ઈમ્તિયાઝ ઉર્ફે યુસુફ મુસાભાઈ સમા, નજીમ નાશીરબાપુ રફાઈ, જગદીશ વલ્લભભાઈ તિલાવટ, દિપક ત્રિભુવનભાઈ ચૌહાણ, વજેસીગ ઉર્ફે કાળું ઓઘડભાઈ ઝાલાને ઝડપી લીધા હતા.

પાલા જવેલર્સ તાલાલાના સોની વિશાલભાઈ (વગર બીલે સોનાના નાગ સ્વીકારી તેને બિલ વાળા અન્ય દાગીનામાં ફેરબદલ કરનાર અને સસ્તા ભાવે સોનાના નાગ લઈ રોકડ આપ્યા), યાસીન સેરૂખભાઈ બ્લોચ, હમીર ભરવાડ, દલાભાઈ કોળીને પકડવા તજવીજ શરૂ થઈ હતી.

પોલીસે આ કેસમાં ૨૧ તોલા સોનુ કબ્જે કર્યુ…

પોલીસે રોકડ રૂ. ૬,૪૬,૩૦૦ અને ૨૧ તોલા સોનુ, તાંત્રિક વિધિમાં વપરાયેલા સાધનો, વસ્તુ અને મોબાઈલ કબ્જે કર્યા હતા.

અહેવાલ…અરવિંદ સોઢા..ગીર સોમનાથ