ગીર સોમનાથમાં માઢવાડ ગામે ૬ મકાન ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી છે. વાવાઝોડાની અસરથી મકાન ધરાશાયી થયા છે. દરિયાના ઊંચા મોજા મકાન સાથે અથડાતા ઘટના બની છે. ગામના ૨૩ ઘરના ૧૬૦ લોકોનું હાલ સ્થળાંતર કરાયું છે.
હાલમાં વાવાઝોડા બિપોરજાેયની અસર ઠેર ઠેર જાેવા મળી રહી છે. જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. ગીરસોમનાથ જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વેરાવળ, સોમનાથ, સુત્રાપાડા સહિત તમામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. તો રાજકોટના ગોંડલ પંથકમાં ભારે પવન સાથે ઝરમર વરસાદ વરસ્યો છે.
ખાસ કરીને દરિયામાં હાલ કરંટ જાેવા મળી રહ્યો છે. જેને કારણે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. આ તરફ ગીર સોમનાથમાં ઉછળી રહેલા મોજાએ તારાજી સર્જી છે. જાેકે વાવાઝોડાના સંભવિત ખતરાને લઇને સરકાર આયોજનબદ્ધ રીતે કામગીરી કરી રહી છે. જાેખમી વિસ્તારમાં રહેતા લોકોની સ્થળાંતર પ્રક્રિયા શરૂ થશે.
- Advertisement -
કચ્છ, ગીર સોમનાથ અને દ્વારકા જિલ્લામાં જાેખમી વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરાશે. તંત્રએ દરિયા કિનારા પાસેના ૨૫ તાલુકાના લોકોની ઓળખ કરી છે. દરિયા કિનારાથી ૦થી ૨૫ કિલોમીટર વિસ્તારમાં રહેતા લોકોને અગ્રિમતા આપવામાં આવી છે.
ગીર સોમનાથના વેરાવળમાં દરિયો તોફાની બનતા હોડી તણાઈ હોવાનું સામે આવ્યું છે. જાલેશ્વર દરિયાકાંઠેથી પાંચ જેટલી હોડી દરિયામાં તણાઈ ગઈ છે. આજીવિકાનું એકમાત્ર સાધન હોડી તણાઈ જવાથી માછીમાર પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. જેથી જાલેશ્વરના માછીમાર પરિવારે તંત્ર પાસે મદદની વિનંતી કરી હતી.