VISNAGAR : આદર્શ ઉચ્ચ.પ્રાથમિક વિભાગમા રક્ષા બંધન પર્વની ઉજવણી કરવામાં આવી


શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર માં ઉચ્ચ.પ્રાથમિક વિભાગ માં તા.29 ઓગષ્ટ 23 ના રોજ પ્રાર્થના સભામાં રક્ષા બંધન પર્વ ની ઉજવણી કરવામાં આવી . જેમાં મુખ્ય વક્તા તરીકે શ્રી ડાહ્યાભાઈ પટેલ. નિવૃત્ત આચાર્ય કહોડા હાઇસ્કુલ ગાયત્રી પરિવાર વિસનગર.ઉપસ્થિત રહ્યા હતા.જેમને શાળાના આચાર્યશ્રી પઠાણ સાહેબ દ્વારા પુસ્તકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રક્ષા બંધન પર્વ વિશે ધો-6થી 8 ના વિધાર્થીઓએ વક્તવ્ય આપ્યું હતું .ત્યારબાદ શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા ગીત રજૂ કરવામાં આવ્યું હતું. આ સાથે દરેક ધોરણ વાઇઝ દરેક વર્ગની વિદ્યાર્થિનીઓએ વિદ્યાર્થી ભાઈઓને રાખડી બાંધી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શાળાની દરેક વર્ગની વિદ્યાર્થિનીઓને વિદ્યાર્થીઓના હસ્તે ચોપડા આપવામાં આવ્યા હતા. રક્ષા બંધન પર્વમાં ઉપસ્થિત શ્રી ડાહ્યાભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક પ્રવચનમાં રક્ષાબંધન વિશે, તેના ધાર્મિક અને સામાજિક મહત્ત્વ વિશે તથા ભારતીય સંસ્કૃતિમાં તહેવારોના મહત્ત્વ વિશે પ્રેરણાદાયી વાતો રજૂ કરી હતી. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન શિક્ષિકા પ્રજાપતિ છાયાબેન એ ખુબ જ સુંદર રીતે કર્યું હતું.