| |

વિસનગર: ફૂડ & ડ્રગ્સ દ્વારા 4 હોટલોમાંથી શંકાસ્પદ અખાદ્ય પનીર, બટર સહિતનો નાશ કરાયો

વિસનગરમાં હાઇવે ઉપર હોટલોમાં ફૂડ & ડ્રગ્સ વિભાગ અને ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ચાર હોટલોમાંથી અખાધ ચીજ વસ્તુઓ નાશ કરી વિવિધ ચીજવસ્તુઓના દસ સેમ્પલ લઇ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.કડા રોડ ઉપર આવેલ પીઝા સહિત ખાણી-પીણીની દુકાનો ઉપર ચેકીંગ હાથ ધરાયા બાદ 5 સપ્ટેમ્બરના રોજ આવેલ મીઠાઇની દુકાનોમાં ચેકીંગ હાથ ધર્યું

જેમાં તપાસ દરમિયાન 250 કિલો અખાધ મીઠાઇનો નાશ કરવામાં આવ્યોછ હોટલોના ચેકીંગ દરમિયાન શહેરના પાલડી રોડ ઉપર હોટલ માટેલ અને ઇટ & ટ્રીટ હોટલ સિવાય હોટલ હિલ્ટન, હોટલ શુકન, હોટલ અતિથિ અને હેપ્પી જર્ની હોટલમાંથી મળી આવેલ શંકાસ્પદ બટર, પનીર, અખાધ ગુલાબજાંબુ, પંજાબી ગ્રેવી, ચાઇનીઝ મન્ચુરીયમ, ચીલી શોષ, રેડ ગ્રેવી સહિતનો અખાધ ચીજવસ્તુ મળી આવતાં દસ સેમ્પલ લઇ તેનો નાશ કરવામાં આવ્યો હતો.

Similar Posts