| | | |

SURAT : સાયબર ફ્રોડ કરતા યુવકના ઘરેથી ૧,૪૧,૦૦,૦૦૦ રોકડા કબજે કર્યા

સુરત સાયબર ક્રાઇમ પોલીસનું મોટું ઓપરેશન, સાયબર ફ્રોડ કરતા યુવકના ઘરેથી ૧,૪૧,૦૦,૦૦૦ રોકડા કબજે કર્યા

સાયબર ક્રાઇમ પોલીસે બાતમીને આધારે ૧,૪૧,૦૦,૦૦૦ રોકડા રૂપિયા કબજે કર્યા છે. પોલીસને બાતમીદાર માહિતી આપી હતી કે ઊન પાટિયામાં રહેતો યુવક જુદા જુદા પ્રકારના સાયબર ફ્રોડ કરે છે અને તેના ઘરે સાયબર ફ્રોડની રકમ રકમ ઘરે રહેલી છે. જે આધારે તપાસ કરતા સાયબર પોલીસે ૨૦૦૦,૫૦૦ અને ૨૦૦ ના દર ની એક કરોડથી વધુની રોકડ રકમ જપ્ત કરી છે. અને આ અંગે પોલીસે ઇન્કમટેક્સ વિભાગને વધુ તપાસ માટે જાણ કરી છે.

૧,૪૧,૦૦,૦૦૦ રોકડા

તો ખરેખર આ રૂપિયા સાયબર ફ્રોડ ના છે કે નહીં તે અંગે પણ સાઇબર પોલીસે તપાસ હાથ ધરી છે.સુરત શહેરમાં જુદા જુદા પ્રકારના આચરવામાં આવતા સાયબર ફ્રોડનાં ગુન્હાઓ શોધી કાઢવા સુરતની સાયબર સેલ રોજે રોજ પ્રયત્ન કરતી હોય છે. અને સાયબર ફ્રોડનો શિકાર બનાવતા આરોપીઓને ઝડપી પાડે છે. ત્યારે સુરતના સાયબર ક્રાઇમ પો.સ્ટે. ખાતે આજે એક અંગત બાતમીદાર દ્વારા બાતમી આપી હતી કે , ઉન પાટીયા વિસ્તારમાં મદની મસ્જીદની બાજુમાં, સુમીત રેસ્ટોરન્ટની ગલીમાં આવેલા દરબાર નગર ના ઘર નંબર ૧૫૭માં રહેતા વસીમ અકરમ હુશેન પટેલ સુરતમાં સાયબર ફ્રોડ કરે છે.તેના ઘરે કરોડો રોકડા રૂપીયા રાખેલ છે.

આ બાતમી આધારે સાયબર ક્રાઇમ પોલીસની ટીમ દ્વારા બાકી મુજબના ઘરે તપાસ કરતા એક કરોડથી વધુ ની રોકડ રકમ પોલીસને મળી આવી હતી.સાયબર પોલીસે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડતા ત્યાંથી રૂપિયા ૨૦૦૦ ના દરની ભારતીય ચલણી નોટ નંગ-૫૦૦ મળી રૂ.૧૦,૦૦,૦૦૦, રૂપિયા ૫૦૦ ના દરની ભારતીય ચલણી નોટ નંગ-૨૩,૧૦૦ મળી ૧,૧૫,૫૦,૦૦૦ નોટ મળી આવી.

CYBER CRIME FILE PICTURE

આ ઉપરાંત રૂપિયા ૨૦૦ ના દરની ભારતીય ચલણી નોટ નંગ-૬૦૦૦ મળી રૂ.૧૨,૦૦,૦૦૦ તથા રૂપિયા ૧૦૦ ના દરની ભારતીય ચલણી નોટ નંગ-૩૫૦૦ મળી રૂ.૩,૫૦,૦૦૦ મળી કુલ રૂપિયા૧,૪૧,૦૦,૦૦૦ મળી આવેલ હતા. પોલીસે તમામ રૂપિયા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરી દેવામાં આવી છે.એક કરોડથી વધુ રોકડા રૂપિયા મળી આવ્યા તે અંગે સાયબર સેલના એસીપી યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે પોલીસને અંગત બાતમીદાર દ્વારા સાયબર ફ્રોડ કરીને કરોડો રૂપિયા ઘરે રાખ્યા હોવાની બાતમી આપી હતી. જે મુજબ ઉન વિસ્તારમાં રહેતા વસીમ હુસેન પટેલના ઘરે તપાસ કરતા એક કરોડ ૪૧ લાખની રોકડ મળી આવી હતી. પોલીસે રેડ કરી ત્યારે તેના ઘરે વસીમ હાજર હતો નહીં.

CYBER CRIME POLICE STATION SURAT

ઘરે તેના માતા પિતા અને પરિવારના સભ્યો જ હાજર હતા. જેથી પોલીસે તમામ રોકડ કબજે કરી પોલીસ સ્ટેશન લઈ આવી હતી. અને આ અંગે સાયબર સેલ દ્વારા રૂપિયાના હિસાબ અંગે ઇન્કમટેક્સ વિભાગને જાણ કરી દીધી છે. તે ઉપરાંત અમારી સાયબર સેલની ટીમ દ્વારા જે રીતે બાતમી આપવામાં આવી હતી તે મુજબ સાયબર ફ્રોડ કરીને રૂપિયા ભેગા કર્યા છે કે નહીં તે અંગે તપાસ કરી રહી છે. જાે તપાસમાં વસીમ પટેલ દ્વારા કોઈપણ પ્રકારનું સાઇબર ફ્રોડ કરીને રૂપિયા ભેગા કર્યા હોવાનું જણાશે તો તે અંગે કાયદેસરની કાર્યવાહી કરી પગલા ભરવામાં આવશે.