|

ARTICLE : રંગીલું રાજકોટ ગુજરાતનું પ્રથમ સ્માર્ટ સિટી બની.

રંગીલુ રાજકોટ ગુજરાતનું પ્રથમ સ્માર્ટ સિટી બન્યું ગુજરાતમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળના સૌથી વધુ 29 પ્રોજેક્ટ રાજકોટમાં પ્રગતિ હેઠળ છે. રાજકોટમાં હાલમાં 1 હજાર 167 કરોડના પ્રોજેક્ટો ચાલી રહ્યા છે. ગુજરાતમાં સ્માર્ટ સિટી હેઠળ આવરી લેવાયેલા શહેરોમાં રાજકોટમાં ચાલી રહેલા પ્રોજેક્ટની સંખ્યા સૌથી વધુ છે. દાહોદમાં 12, ગાંધીનગરમાં 8, વડોદરામાં 4 અને સુરત અને અમદાવાદમાં 3-3 હાલમાં પ્રગતિ હેઠળ છે. ત્યારે એમ કહી શકાય કે સ્માર્ટ સિટી હેઠળ ગુજરાતના 6 શહેરોમાં સૌથી વધુ કામગીરી રાજકોટમાં ચાલી રહી છે.

ગુજરાતમાં આ પ્રોજેક્ટ હેઠળ 6 શહેરોને આવરી લેવામાં આવ્યા હતા. 565 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રના સૌથી મોટા ટીપી વિસ્તારમાં સ્માર્ટ સિટીનું નિર્માણ થઈ રહ્યું છે. આ માટે 136 કરોડના ખર્ચે નવા 150 ફૂટ રિંગ રોડ પર અટલ તળાવ બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેમાં અટલ તળાવ, પાર્કિંગ, ગેમ ઝોન, ચકડોલ સહિત બોટિંગની સુવિધા પૂરી પાડવાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં.

જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા વિસ્તારમાં 2.93 લાખ ચોરસ મીટરમાં અટલ સરોવરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ કામ પૂર્ણ થતાં 100 વર્ષ બાદ રાજકોટને નવા તળાવની ભેટ મળશે. જેમાં રાજકોટ મનપા દ્વારા રૈયા વિસ્તારમાં 2.93 લાખ ચોરસ મીટરમાં અટલ સરોવરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ કામ પૂર્ણ થતાં 100 વર્ષ બાદ રાજકોટને નવા તળાવની ભેટ મળશે.

SOURCE: DIVYA  BHASKAR