| |

MAHESANA : વિસનગરમાં હસનપુર રોડ પર ડબ્બા ટ્રેડિંગ કરતા બે ઝડપાયા, બે ફરાર


વિસનગરમાં હસનપુર તરફ જતા રોડ પર ખુલ્લી જગ્યામાં બાઇક પર બેસી ડબ્બા ટ્રેડિંગ કરતા બે ઝડપાયા, કુલ 4 ઈસમો વિરૂદ્ધ ગુનો દાખલ

વિસનગરમાં તાલુકા પોલીસે બાતમીના આધારે રેડ કરી હસનપુર થી વિસનગર તરફ જતા રોડ પર બાઇક પર બેસી લાયસન્સ વગર શેર બજારમાં લે વેચનો ધંધો કરી લોકો સાથે છેતરપીંડી કરતા બે ઇસમોને ઝડપી લીધા હતા. જેમાં પોલીસે મોબાઈલ તેમજ વાહન મળી કુલ રૂ. 58,000 ના મુદ્દામાલ સાથે કુલ 4 ઈસમો વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ડબ્બા ટ્રેડિંગ પ્રતીકાત્મક તસ્વીર

વિસનગર તાલુકા પોલીસે બાતમીને આધારે રેડ કરી

વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ સહિત પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન હસનપુર ગામે જતા બાતમી મળી હતી કે હસનપુરથી વિસનગર તરફ જતા રોડ પર સાઇડની ખુલ્લી જગ્યામાં સ્પ્લેન્ડર બાઇક પર બેસી દેવીપુજક રોહિત મથુરભાઈ સાથે દેવીપુજક સાગર રાજુભાઈ ડબ્બા ટ્રેડિંગ કરે છે.

આ ઈસમો પોતાના મોબાઈલમાં લોકોના કોન્ટેક્ટ નંબરો નુ લીસ્ટ મેળવી પોતાના મોબાઈલ પર કોલ કરી એન્જલ બ્રોકીંગ નામની એપ્લિકેશનમાં શેર બજારની વધઘટ જોઈ શેર બજારમાં વધુ કમાઈ આવવાની ટીપ્સ આપી કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર શેર બજારની લે વેચ નો ધંધો કરાવી લોકો સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કરે છે તે આધારે ઘટનાસ્થળે જઈ રેડ કરતા બે ઇસમોને ઝડપી લીધા હતા.

વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન

ડબ્બા ટ્રેડિંગ કરતા બે ઈસમો ઝડપાયા,બે ફરાર

પોલીસે દેવીપુજક રોહિત તેમજ દેવીપુજક સાગર ને ઝડપી લઇ તેમની પાસેથી મોબાઇલ નંગ 2 કીમત રૂ. 18,000 તથા વાહન નંગ 1 કીમત રૂ. 40,000 મળી કુલ રૂ. 58,000 ના મુદ્દામાલ સાથે મોબાઈલમાં કોન્ટેક્ટ નંબરોનુ લીસ્ટ આપનાર તથા કામગીરી કરાવનાર મિલન તથા કસ્ટમર ને કોલ કરવાનું જણાવતા ઠાકોર સુરેશ રહે. જંત્રાલ, તા. લાડોલ વિરૂદ્ધ તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરી વધુ તપાસ ધરી છે.

અહેવાલ… ભરતસિંહ વાધેલા, વિસનગર

સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વભરના તમામ સમાચાર તમારા વોટ્સએપમાં મેળવવા માટે આ લિંક પર ટચ કરો

ઉત્તર ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

મધ્ય ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

દક્ષિણ ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

કચ્છ - સૌરાષ્ટ્ર ની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

રમત ગમતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

ફિલ્મ જગતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

આજનું રાશિફળ જોવા માટે ટચ કરો

અવનવી ટેક્નોલોજી ની માહિતી જોવા માટે ટચ કરો

યૂટ્યૂબ ચેનલ જોવા માટે અહીં ટચ કરો

ફેસબુક પેજ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ટ્વિટર પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો