|

LOKSABHA ELECTION : સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના ઈમેલ રાજીનામાથી ભાજપની દોડધામ વધી

Ketan Inamdar

POLITICS: સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે ઈમેલથી રાજીનામું આપીને રાજકીત ભૂકંપ લાવી દીધો છે. વડોદરા લોકસભા સીટ પર રંજનબેન ભટ્ટને રીપિટ કરાતા વિખવાદ ઉભો થયો હતો જેમાં બીજા જ દિવસે ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડો.જ્યોતિબેન પંડ્યાએ વિરોધ નોંધાવ્યો હતો. જેને પગલે પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી દીધા હતા.

આ ઘટનાક્રમ વચ્ચે અચાનક જ 19 માર્ચની સવારે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું મોકલી દેતા વડોદરા ભાજપમાં રહેલો જૂથવાદ હવે ખુલીને સામે આવવા પમ્યો છે.

કેતન ઈનામદાર એક બાજું રંજનબેન ભટ્ટનું સમર્થન કરી રહ્યા છે તો અત્યારે ધારસભ્ય પદેથી રાજીનામાનો શું મતલબ ? કેતન ઈનામદાર તો ઠીક પણ સાથે સાથે સાવલી તાલુકા પંચાયતના પ્રમુખ , ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને ૧૫ જેટલા ગામોના સરપંચોએ પણ રાજીનામા ધરી દેતા હાઈ વોલ્ટેજ ડ્રામા ઉભો થઈ ગયો છે. સમગ્ર ઘટનાક્રમની વચ્ચે કેતન ઈનામદારને મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનું તેડૂં આવતા કેતન ઈનામદાર ગાંધીનગર જવા રવાના થઈ ગયા છે.

આ વખતે રાજીનામું પરત લેવાની ઈચ્છા નથી : કેતન ઈનામદાર

LOKSABHA ELECTION

મેં અગાઉ 2020માં પણ રાજીનામું આપ્યું હતું અને ફરી 2024માં રાજીનામું આપ્યું છે. હું આ વસ્તુ માટે મારા મોવડી મંડળને મનાવી લઈશ. આ વખતે મારું રાજીનામું કન્ટિન્યુ રાખવાની ઇચ્છા છે. આજે હું પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકરજીને મળવાનો છું. આજે તેમની સાથે જે પણ ચર્ચા થશે તે ખુલ્લા દિલથી ચર્ચા થશે. પાર્ટીને હું વિનંતિ કરીશ કે મારું માન રાખીને મારું રાજીનામું સ્વીકારી લે. હું પાર્ટીમાં છું અને રહીશ.

કેતનના રાજીનામાંથી હું અજાણ, : રંજન ભટ્ટ

રંજનબેન ભટ્ટના સમર્થનમાં કેતન ઈનામદારે રાજીનામું આપ્યાની વાતથી સાંસદ ઉમેદવાર રંજનબેન ભટ્ટ અજાણ હોવાની વાત સામે આવી રહી છે. તેઓએ કહ્યું કે હું કેતન સાથે સંપર્ક કરી રહી છું પણ મારો સંપર્ક થઈ નથી રહ્યો.

વધુંમાં કેતને જણાવ્યું કે પાર્ટીમાં જુના કાર્યકરોની અવગણના થઈ રહી છે અને જુના કાર્યકરોનું ધ્યાન રાખવામાં ક્યાંક કચાશ રહી હોય તેવું મને લાગી રહ્યું છે. મારું રાજીનામું કોઈના પર દબાણ લાવવા માટે નથી, મેં ઘણીવાર રજુઆતો પણ કરી છે તેમ છતાં ક્યાંક કચાશ છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૨માં કેતન ઈનામદાર અપક્ષ ચૂંંટાઈ આવ્યા હતા ત્યારથી તેઓ સાવલી વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.