GSRTS : વિસનગરથી સોમનાથ જવા માટે બે નવી સ્લીપર કોચ બસ શરૂ

Visnagar to Somnath

વિસનગર એસ.ટી ડેપો દ્વારા મુસાફરોની સુવિધા માટે સતત નવી નવી સુવિધાઓ શરૂ કરવામાં આવી રહી છે. આ ક્રમમાં, વિસનગરથી સોમનાથ જવા માટે ચાલતી સુપર એકસપ્રેસ બસને બદલે બે નવીન સ્લીપર કોચ બસ શરૂ કરવામાં આવી છે. આ બસો મુસાફરોને વધુ આરામદાયક મુસાફરીનો અનુભવ કરાવશે. નવી બસોને હર હર મહાદેવના નાદ સાથે પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ પ્રસંગે એસ.ટીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સોમનાથ રૂટ પર જતી બે નવીન સ્લીપર કોચ બસનો સમાવેશ થાય છે.

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા સતત મુસાફરોની સુવિધાને ધ્યાને લઇ તમામ એસ.ટી ડેપોમાં નવીન બસો ફાળવવામાં આવી રહી છે. જેને લઇ વિસનગર એસ.ટી ડેપો ખાતે પણ નવીન બસો ફાળવવામાં આવી છે. જેમાં વિસનગર એસ. ટી ડેપો દ્વારા સોમનાથ રૂટ પર જતી સુપર એકસપ્રેસ બસ ચાલતી હતી. જે સોમનાથ જતા મુસાફરો આરામથી જઈ શકે તે માટે બે નવીન સ્લીપર કોચ બસ મૂકવામાં આવી છે. જેમાં વિસનગર એસ.ટી ડેપો ખાતેથી હર હર મહાદેવના નાદ સાથે બન્ને બસોને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. જેમાં વિસનગરથી સાંજે સાડા છ વાગે બસ સોમનાથ જવા માટે ઉપડશે. જે બસ સવારે પાંચ વાગે સોમનાથ ખાતે પહોંચશે. ત્યારબાદ સાંજના સાડા પાંચ કલાકે સોમનાથથી બસ નીકળશે અને બીજા દિવસે વહેલી સવારે વિસનગર બસ પહોંચશે.