|

POLITICS : રાજકોટ કોંગ્રેસ લોકસભા માં ટિકિટ માટે રસાકસી, ઘણા નામો ચર્ચામાં

Rajkot Congress

રાજકોટ કોંગ્રેસ: રાજકોટ બેઠક પર કોંગ્રેસ પક્ષમાં ઉમેદવારની પસંદગીને લઈને ગૂંચવણભરી સ્થિતિ છે. ભાજપના કડવા પાટીદાર ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે કોંગ્રેસ કોને ઉતારશે તે એક મોટો પ્રશ્ન છે. હાલમાં, પરેશ ધાનાણી, હિતેષ વોરા અને વિક્રમ સોરાણીના નામો ચર્ચામાં છે.


રાજકોટ બેઠક પર કોંગ્રેસમાં ઉમેદવારને લઈને કોકડું ગુચવવાયું છે. કડવા પાટીદાર ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસ કોણે મેદાને ઉતારવું તે મોટો પ્રશ્ન છે. જો કે હાલમાં પરેશ ધાનાણી, હિતેશ વોરા અને વિક્રમ સોરાણીના નામ ચર્ચામાં આવ્યા છે. ઇન્દ્રનીલ રાજ્યગુરૂ જૂથ વિક્રમ સોરાણીનું સમર્થન કરે છે. મહેશ રાજપૂત-હેમંગ વસાવડા સાથે જૂથ વિક્રમ સોરાણીની વિરોધમાં છે

એક જૂથ ઓબીસી-લેવા પટેલના બદલે સુવર્ણ સમાજને ટિકિટ આપવાની માગ, તેમજ લેવા પટેલ સમાજમાંથી રાજકોટ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હિતેશ વોરાનું નામ ચર્ચામાં આવ્યું છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ પરેશ ધાનાણીનું નામ પણ ચર્ચામાં છે. દર વખતે કોંગ્રેસ ટિકિટ માટે ઉમેદવારોની ભીડ, કોને મળશે ટિકિટ?

વધુ વાંચો : https://nirbhaymargnews.com/