સોના-ચાંદીના ભાવમાં તોફાની તેજી બાદ ઘટાડો
તહેવારોના સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની માંગમાં વધારો થતા સોના-ચાંદીના ભાવ પણ વધતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે અને હાલની સ્થિતિએ સોના-ચાંદીના ભાવમાં તોફાની તેજી બાદ ઘટાડો નોંધાયો છે. હાલ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે.
છેલ્લા 3 મહિના સમયગાળા દરમિયાન સોનાના તોલા દીઠ ભાવમાં 3 હજાર રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ ચાંદી પણ 3 હજાર રૂપિયા સુધી સસ્તું થયું છે. વેપારીના જણાવાયા અનુસાર હાલ સોનાનો તોલા દીઠ ભાવ હાલ 60,200 રૂપિયા જોવા મળી રહ્યો છે. બીજી તરફ જન્માષ્ટમી અને દિવાળી સહિતના તહેવારોમાં પણ સોના-ચાંદીના ભાવ ન વધવાના સંકેત જોવા મળી રહ્યા છે અને સોનાના ભાવ 58 હજાર અને ચાંદીના ભાવ 68 હજાર બોલાવાની પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે.
સોનાની માંગમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ મોટો ઘટાડો નોંધાયો છે. પરંતુ ભારતીય બજારમાં થોડી ઘણી ઘરાકી દેખાઈ રહી છે. એક સમયે સોનાના જે ભાવ 1980 ડોલર થતા હતા. તે આજે 100 ડોલર ઘટીને 1890 થી 1895 ડોલર થઈ ગયા છે. બીજી બાજુ ચાંદી પણ એક સમયે સ્થાનિક બજારમાં 80 હજાર સુધી પહોંચી હતી. જે હવે 72 હજારના ભાવમાં વેચાઈ રહી છે. વર્લ્ડની સેન્ટ્રલ બેંકો હાલની સ્થિતિએ સોનાનું રિઝર્વ ઘટાડી રહી છે. જે પણ માંગ ઘટવા પાછળનું કારણ છે. તેવું વેપારીએ જણાવ્યું હતું.
- Advertisement -
SOURCE : DIVYA BHASKAR