GOVERMENT: 1 એપ્રિલથી રેલ્વેના કડક નિયમ, ટિકિટ વગર મુસાફરીને ભરવો પડશે દંડ!

Railway

RAILWAY: ભારતીય રેલ્વે હવે ડિજીટલમાં આગળ વધી રહી છે.ભારતીય રેલ્વે અનેક નવા ફેરફારો કરવા જઈ રહ્યું છે. આ સંદર્ભમાં, 1 એપ્રિલથી રેલ્વે ભોજનથી લઈને ટિકિટ, દંડ અને પાર્કિંગ સુધી દરેક સ્થળે ઓનલાઇન ચૂકવણીની સુવિધા શરૂ કરી રહ્યું છે. ખાસ ચર્ચા આ છે કે હવે રેલ્વે QR કોડની વિશેષ સુવિધા આપશે જેના કારણે QR કોડ સ્કેન કરીને ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરતા મુસાફરો દંડ ભરી શકશે.

આવી રીતે મળશે મુસાફરોને લાભ:

ભારતીય રેલ્વે નવા નિયમ સાથે મુસાફરને આ સુવિધા પુરી પડશે જેમાં જો કોઈ મુસાફર ટિકિટ વગર પકડાય છે અને મુસાફરી દરમિયાન તેની પાસે રોકડ ન હોય તો તે ડિજિટલ પેમેન્ટ કરીને જેલ જવાથી બચી શકશે. આ માટે રેલવે ચેકિંગ સ્ટાફને હેન્ડ હેલ્ડ ટર્મિનલ મશીન પ્રદાન કરશે.અત્યાર સુધી ટિકિટ વગર મુસાફરી કરતા મુસાફરો પાસેથી રોકડમાં દંડ વસુલવામાં આવતો હતો જે હવે થી ડિજિટલ પેમેન્ટમાં વસુલ કરી શકાશે.

મુસાફરો પાસેથી QR કોડની મદદથી દંડ વસૂલાશે.

દેશભરના અનેક સ્ટેશનો પર ચેકિંગ સ્ટાફ હેન્ડ હેલ્ડ ટર્મિનલ મશીનોને પહોંચાડવામાં આવ્યા છે. રેલ્વે માં ફરજ બજાવતા બધા TTE મુસાફરોથી ઓનલાઇન દંડ વસૂલ કરી શકશે. આ માટે પેસેન્જરો પોતાના મોબાઇલથી મશીનમાં લગાવેલા QR કોડને સ્કેન કરી શકશે.

ટિકિટ કાઉન્ટર પર QR સુવિધાનો લાભ

Ticket Counter QR

રેલવે ટિકિટ કાઉન્ટર પર QR કોડ ઇન્સ્ટોલ કરવાનો નિર્ણય લીધો છે. આ પગલાથી મુસાફરો ટિકિટ માટે ઑનલાઇન ચૂકવણી કરી શકશે, જેનાથી રોકડ વ્યવહારો ઘટશે અને ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ વધશે. આ ઉપરાંત, QR કોડ પારદર્શિતા વધારવામાં પણ મદદ કરશે. ટિકિટ ખરીદતી વખતે, મુસાફરો ચકાસી શકશે કે ચુકવણી ક્યાં થઈ રહી છે અને તે કાયદેસર છે. આ ટિકિટ ચેકિંગ સ્ટાફ પર ભ્રષ્ટાચારના આરોપો ઘટાડવામાં મદદ કરશે.

QR કોડનો ઉપયોગ ફક્ત ટિકિટ માટે જ નહીં, પરંતુ સ્ટેશન પર અન્ય સુવિધાઓ માટે પણ ચુકવણી કરવા માટે થઈ શકશે. મુસાફરો ભોજન, શૌચાલય અને પાર્કિંગ માટે ઓનલાઇન પેમેન્ટ કરી શકશે. પાર્સલનું પેમેન્ટ પણ ઓનલાઇન વસૂલી શકાશે. રેલવેએ આ પગલાને મુસાફરો માટે સુવિધા વધારવા અને ડિજિટલ ઇન્ડિયાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મહત્વપૂર્ણ ગણાવ્યું છે.