વડાપ્રધાન મોદી ગ્લોબલ વર્લ્ડ લીડર્સ લિસ્ટમાં પહેલા નંબરે પસંદ કરવામાં આવ્યા છે. વડાપ્રધાનને 76% અપ્રૂવલ રેટિંગ મળ્યું છે જ્યારે અન્ય ગ્લોબલ લીડર્સ રેટિંગ પ્રમાણે ઘણા પાછળ રહ્યા છે.બીજા ક્રમે સ્વિત્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ એલેન બેર્સેટ 64% એપ્રુવલ રેટિંગ સાથે & ત્રીજા સ્થાને મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર છે.
તે જ સમયે, બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક 27% રેટિંગ સાથે 15માં સ્થાને છે.પાંચમા સ્થાને ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન એંથની અલ્બેનિસ 48%ના રેટિંગ સાથે છે & છઠ્ઠા સ્થાને ઇટાલીના પીએમ જી મેલોની 42% રેટિંગ સાથે છે.
જૂન 2023માં, ગ્લોબલ વર્લ્ડ લીડર્સ લિસ્ટ રેટિંગ યાદીમાં પીએમ મોદી ટોપ પર હતા, પરંતુ અગાઉની યાદીની સરખામણીએ રેટિંગમાં 2%નો ઘટાડો થયો છે. છેલ્લી વખતે તેને 78% એપ્રુવલ રેટિંગ મળ્યું હતું.અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન સાતમા સ્થાને હતા. જ્યારે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક 12મા સ્થાને હતા.