|

BOLLYWOOD : “JAWAN” ફિલ્મના ઓપનિંગ કલેક્શનથી 10 ફિલ્મોના રેકોર્ડ તોડી દીધા

શાહરુખની ફિલ્મ ‘જવાન’ના દર્શકોને અઢળક પ્રેમ મળી રહ્યો છે. ‘JAWAN’ મુવીના પહેલા શોની વાત કરવામાં આવે તો ફર્સ્ટ ડેના દિવસે સવારથી લઇને રાત સુધીમાં દરેક જગ્યાએ શો હાઉસફૂલ રહ્યા છે. શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર શાહરુખની આ ફિલ્મ લોકો માટે ટ્રિટ કરી રહી છે. એટલી કુમાર નિર્દેશિત આ ફિલ્મએ બમ્પર ઓપનિંગ કર્યુ છે. શરૂઆતના આંકડાઓ અનુસાર જણાવીએ તો કિંગ ખાને મોટા પડદા પર નવો રેકોર્ડ હાંસિલ કરી લીધો છે.

‘JAWAN’ એ માત્ર ભારતમાં 75 કરોડથી પણ વધારે બિઝનેસ કર્યો છે. શાહરુખે એની છેલ્લી ફિલ્મ પઠાનની સાથે KGF 2, BAHUBALI નો પણ પહેલા દિવસનો રેકોર્ડ તોડી દીધો છે. શાહરુખ ખાનની ફિલ્મ ‘JAWAN’ એ એક બે નહીં પરંતુ 10 ફિલ્મોના ઓપનિંગ ડે કલેક્શનના મામલામાં પછાડી દીધો છે. શાહરુખ બોલિવૂડના એવા કલાકાર બની ગયા છે જે બન્ને ફિલ્મોએ 100 કરોડનું ઓપનિંગ ડે કલેક્શન કર્યુ છે, જેમાં 10 ફિલ્મોને શાહરુખની ફિલ્મ જવાનને પછાડી દીધી છે.

PATHAN થી લઇને SULTAN સુધી અનેક શામેલ છે. PATHAN 57, KGF CHAPTER -2 53.95, WAR 53.65, THUGS OF HINDUSTAN 52.25, HAPPY NEW YEAR 44.30, BHARAT 42.30, BAHUBALI -2 ’ 41, PREM RATAN DHAN PAYO  40.35, GADDAR 40.33 અને SULTAN 36.54 કરોડ રૂપિયાની સાથે ઓપનિંગ કર્યુ હતુ. ફિલ્મ ‘JAWAAN’ મુવીનું કરણ જાેહર અને કંગના રનૌતએ ભરપેટ વખાણ કર્યા છે. ફિલ્મમાં શાહરુખની સાથે વિજય સેતુપતિ અને નયનતારા મુખ્ય ભુમિકામાં છે, જ્યારે સંજય દત્ત અને દિપીકા પાદુકોણ કેમિયો રોલમાં છે.

આમ વાત કરવામાં આવે તો ‘JAWAN’ મુવીનું ક્લેક્શન જાેઇને અનેક લોકોને જાેવા જવાની ઇચ્છા થઇ જાય એમ છે. જાે કે આ ફિલ્મમાં શાહરુખના રોલને લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે. શાહરુખને જાેઇને મલ્ટીપ્લેક્સમાં લોકો બુમો પાડવા લાગે છે. ઉલ્લેખનીય છે કે, JAWAN મુવીના રિલીઝના પહેલાં ઘણાં અઠવાડિયાથી એક્શન ફિલ્મનું દમદાર એડવાન્સ રીતે બુકિંગ થઇ ગયુ હતુ. કેટલાક સિનેમાઘરોમાં ટિકિટોની કિંમત 2.4 લાખ સુધી પહોંચી ગઇ હતી.