Mehsana: આગામી ઉત્તરાયણના તહેવારને ધ્યાને રાખતા, કાતિલ દોરીથી ટુ વહીલર ચાલકોને ઘાતક ઇજાઓનો સામનો ન કરવો પડે, તે માટે મહેસાણામાં નિઃશુલ્ક સેફટી ગાર્ડ લગાવવાની સુવિધા શરૂ કરવામાં આવી હતી. આ પ્રકલ્પ હેઠળ મોટી સંખ્યામાં લોકો પોતાના ટુ વહીલર પર સેફટી ગાર્ડ લગાવાવવા માટે આવ્યા હતા.
ઉત્તરાયણ પહેલા પતંગ દોરીના કારણે ટુ વહીલર ચાલકોને કોઈ ઈજા ન થાય, એ માટે રાજ્યસભાના સાંસદ મયંક નાયકે આજે મહેસાણાના તોરણવાડી માતાના ચોક ખાતે આ સેવાઓ પ્રદાન કરી હતી. અહીં મોટી સંખ્યામાં ટુ વહીલર ચાલકો સેફટી ગાર્ડ લગાવવાનો લાભ ઉઠાવ્યા.
આ અવસરે, સાંસદ મયંક નાયકે જણાવ્યું કે, ઉત્તરાયણ હવે માત્ર ભારતનું નહીં, પરંતુ સમગ્ર વિશ્વનું મહત્વપૂર્ણ તહેવાર બની ગયું છે. આ તહેવાર દરમિયાન, બાઈક અને સ્કૂટર ચાલકો દોરીની અસરથી ઇજા પામે છે, અને ઘણીવાર દુઃખદ ઘટનાઓ પણ બની શકે છે. આ માટે સેલાવય ટિમ દ્વારા સતત આ કામગીરી આગળ વધારવામાં આવશે. હમણાંથી અને ઉત્તરાયણ પછી, રોડ અને ઝાડ પર લટકતી દોરીઓ પશુ-પક્ષીઓ માટે ખતરા બની શકે છે, આ માટે પણ અમે દોરીઓ એકઠી કરવા અને સ્વચ્છતા માટે આયોજન કર્યું છે.
તેમણે વધુમાં કહ્યું, આ સેફટી ગાર્ડસ સેવાઓથી લોકો ઉત્સાહ સાથે તહેવાર માણી શકે, અને તેઓ અને તેમના પરિવારજનો સુરક્ષિત રહી શકે, એ માટે આ પ્રયત્નો કરવામાં આવ્યા છે.