Mehsana: મહેસાણામાં આજે વહેલી સવારે થયેલા એક ભયાનક અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે. આ ઘટનામાં પોલીસ વાન યુવકને અડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Thank you for reading this post, don't forget to subscribe!મહેસાણામાંથી એક ચોંકાવનારી અકસ્માતની ઘટના સામે આવી છે. મહેસાણા શહેરના બસ સ્ટેન્ડ નજીક એક યુવાન પોલીસ વાન નીચે આવી ગયો, જેના પરિણામે ઘટનાસ્થળે જ તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. આ દુર્ઘટનાથી આસપાસના લોકોનો એકઠો થાય ગયા હતા. હાલમાં મૃતક યુવાનની ઓળખ કરવામાં આવી રહી છે.
આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. લોકો પોલીસ પર લાપરવાહીનો આરોપ લગાવી રહ્યા છે.