Gujarat: વિસનગર શહેરના બહુચરનગર વિસ્તારમાં ગત બુધવારે એક દુર્ઘટના સર્જાઈ હતી. નવી ખરીદેલી ગાડીનો આંટો મારવા ગયેલો એક યુવક રેસ વધારવાના ચક્કરમાં ગાડી પરથી કાબૂ ગુમાવી દેતાં ઝાડ સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં તેનું મોત થયું હતું.
Thank you for reading this post, don't forget to subscribe!પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, બહુચરનગરમાં રહેતા ઠાકોર વિનુજી જુહાજીએ બુધવારે હોન્ડા સિટી કાર ખરીદી હતી. આ કારનો આંટો મારવા તેમના પાડોશી અને મિત્ર ઠાકોર અનારજી ગગાજી ઘરે આવ્યા હતા. અનારજીને ગાડી ચલાવતા આવડતું હોવાથી વિનુજીએ તેને ગાડી ચલાવવાની પરવાનગી આપી હતી.
જોકે, અનારજીએ ગાડીની સ્પીડ વધારી દેતાં ગાડી પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને લીમડાના ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં અનારજીને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. વિનુજીની ફરિયાદના આધારે પોલીસે અનારજીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી ગુનો નોંધ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.