Gujarat: મહેસાણા ની બાજુમાં આવેલા પાંચોટ ગામ વિસ્તારના હદમાં આવતી હરદેસણ રોડ ઉપર આવેલ સ્પોર્ટ સંકુલ ની સામે ગંદકીનું સામ્રાજ્ય. ગંદકીનું સામ્રાજ્ય જે ગૌચરમાં આવેલું છે. ડમ્પિંગ સાઈડ બનાવવાના કારણે અહીંયા વસવાટ કરતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા. પાંચોટ તેમજ આજુબાજુના વિસ્તારોમાંથી મળમૂત્ર ભરેલું ટેન્કર અહીંયા ખાલી કરવામાં આવતું હોવાની સ્થાનિકોએ રજૂઆત કરી છતાંએ ગામ પંચાયત આંખ આડા કાન કરતાં હોય છે તેવું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું.
Thank you for reading this post, don't forget to subscribe!સ્થાનિકોએ આજુબાજુના ખેડૂતો આ ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અહીંયા ગૌચર હોવાને કારણે ગાયો ચરવા આવતી હોય છે પરંતુ ગંદકી ના સામ્રાજ્યમાં ગાયોને પણ પ્લાસ્ટિક ખાવાનો વારો આવ્યો. તાજેતરમાં જ એક ગાય ના પેટમાંથી ઓપરેશન દરમિયાન મસ મોટો પ્લાસ્ટિકનો જથ્થો બહાર કાઢવામાં આવ્યો હતો જો કે ગાય માતાનું પણ મૃત્યુ થયું હતું.

ડમ્પિંગ સાઈડમાં ખનીજ માફિયાઓ દ્વારા માટી ચોરી થતી હોય તેવું પણ સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું. જ્યારે સમગ્ર રજૂઆત ગ્રામજનો અને ખેડૂતો દ્વારા ગ્રામ પંચાયતમાં કરવા ગયા હતા જ્યાં તેમને મોટું તાળું જોવા મળ્યું. સ્થાનિકોએ અવારનવાર ગામ પંચાયતમાં સ્થાનિક પડતી મુશ્કેલીઓ બાબતે રજૂઆતો કરવા છતાં પણ કોઈ તેમની રજૂઆતો સાંભળતું નથી તેવું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું. ગ્રામ પંચાયતની બાજુમાં જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. જેનું આંગણું જ સાફ ન હોય તે ગામની સફાઈ કેવી રીતે કરી શકે.
અહેવાલ: ગાયત્રી ઝાલા, મહેસાણા