festival: દર વર્ષે 26 ડિસેમ્બરના રોજ આપણે વીર બાલ દિવસ ઉજવીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે આ દિવસ આટલો વિશેષ કેમ છે? આજે આપણે જાણીશું કે આ દિવસને વીર બાલ દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે અને તેની પાછળનો ઇતિહાસ શું છે.
Thank you for reading this post, don't forget to subscribe!2022માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 26 ડિસેમ્બરે વિેર બાલ દિવસની ઉજવણીની જાહેરાત કરી હતી, જે સાહિબજાદા બાબા જોરાવર સિંહ અને બાબા ફતેહ સિંહની શહાદતની સ્મૃતિમાં મનાવવામાં આવશે. આ મહત્વપૂર્ણ જાહેરાત 9 જાન્યુઆરીએ ગુરુ ગોવિંદ સિંહ જીના પ્રકાશ પર્વ નિમિતે કરવામાં આવી હતી.
વીર બાલ દિવસનો ઇતિહાસ: વીર બાલ દિવસ શીખ ધર્મના દસમા ગુરુ, ગુરુ ગોવિંદ સિંહના બે નાના પુત્રો, સાહિબજાદા જોરાવર સિંહ અને સાહિબજાદા ફતેહ સિંહની શહાદતને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉજવવામાં આવે છે.
1704માં, મુઘલ સામ્રાજ્યના શાસનકાળ દરમિયાન, ગુરુ ગોવિંદ સિંહને પકડી લેવાયા હતા અને તેમના પરિવારને પણ કષ્ટો ભોગવવા પડ્યા હતા. તેમના બે નાના પુત્રો, જોરાવર સિંહ અને ફતેહ સિંહને પણ પકડી લેવાયા હતા અને તેમને દફનાવી દેવાની ધમકી આપવામાં આવી હતી જો તેઓ પોતાનો ધર્મ બદલી નાખશે નહીં. પરંતુ આ બંને બાળકોએ પોતાના ધર્મ પર અડગ રહીને શહાદત વહોરી લીધી હતી. 26 ડિસેમ્બર 1705ના રોજ ગુરુ ગોવિંદ સિંહના પુત્ર સાહિબજાદા જોરાવર સિંહ અને સાહિબજાદા ફતેહ સિંહ શહીદ થયા હતા.