Mehsana: વિસનગરના પોયડાના માઢમાં 155 વર્ષથી ચાલતી પરંપરા મુજબ લોખંડ અને પથ્થરના ઘર્ષણથી હોળી પ્રગટાવવામાં આવશે, જ્યાં પડતા તણખાથી સુતર સળગાવવાની પરંપરા નિભાવવામાં આવે છે. જ્યારે લાછડી ગામમાં હોલીકાદહન બાદ ધગધગતા અંગારા પર ચાલવાની પરંપરા આજે પણ યથાવત છે. આ બંને પરંપરાઓ ગુરુવારે નિભાવવામાં આવશે.
Thank you for reading this post, don't forget to subscribe!લાછડી ગામમાં હોલીકાદહન પછી ગામના બાળકો અને યુવાનો ખુલ્લા પગે સળગતા અંગારા પર ચાલે છે, છતાં કોઈ દાઝ્યાના બનાવ થાય નથી. માન્યતા છે કે આગ પર ચાલવાથી કમરદુખાવા અને અન્ય શારીરિક બીમારીઓથી રાહત મળે છે, જેના કારણે આજુબાજુના ગામોના લોકો પણ આ પરંપરામાં ભાગ લે છે.
વિસનગરના પોયડાના માઢમાં હોળીના પર્વે લોખંડ અને પથ્થરના ઘર્ષણથી પડતા તણખાથી સુતર સળગાવવામાં આવે છે. આ સુતરને સુતરાઉ કાપડ વચ્ચે રાખી હલાવી, પવન આપીને આગ વધુ તેજ બનાવાય છે. ત્યારબાદ, તેનાથી પૂળા સળગાવી હોળી પ્રગટાવવામાં આવે છે. આ પરંપરા 70 વર્ષ સુધી ફતેહ દરવાજા વિસ્તારમાં રહેતા પટેલ મંગળદાસ મોહનદાસ નિભાવતા હતા, પરંતુ તેમના અવસાન બાદ તેમના પૌત્ર શીરીજ રમેશભાઈ એ પરંપરાને જાળવી રાખી છે. અહીં પ્રગટાવેલી હોળીને ભાટવાડો, જાનીવાડો અને ચાંદપરા જેવા વિસ્તારોમાં લઈ જવામાં આવે છે.