વડોદરામાં બનેલી દુષ્કર્મની ઘટનામાં પાંચમાંથી ત્રણ યુપીના આરોપીઓ પકડાયા

Three out of five UP accused arrested in Vadodara rape incident


crime: ભાયલી ગામ અને ભાયલી ફાટકની વચ્ચેના નિર્જન વિસ્તારમાં નવરાત્રી પર્વ દરમ્યાન શુક્રવારની રાત્રે 16 વર્ષની કિશોરી પર સામૂહિક દુષ્કર્મની હદસ કરી હતી, જેના પડઘા સમગ્ર ગુજરાતમાં જણાયા છે. ભાયલી ગેંગરેપના પાંચ આરોપીઓને પોલીસની ટીમે ઝડપી લીધા છે.

Thank you for reading this post, don't forget to subscribe!

આ આરોપીઓને હાલમાં પૂછપરછ માટે વડોદરા ક્રાઈમ બ્રાંચમાં લઇ જવામાં આવ્યું છે. પ્રાપ્ત જાણકારી મુજબ, આ પૈકીના ત્રણ આરોપી વિધર્મી છે અને ઉત્તર પ્રદેશના નિવાસી છે. આ આરોપીઓ મજૂરીના કામમાં સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેમની પાસેના મોબાઈલ અને અન્ય પુરાવા જપ્ત કર્યા છે. સાથે જ, આ આરોપીઓ કડિયાકામ કરતા હોવાની માહિતી પણ મળી છે.

આ દુષ્કર્મ કાંડમાં સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી, ત્યારે બે બાઇક પર આવી ચઢેલા પાંચ શખ્સોએ આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. આ આરોપીઓએ ગુજરાતી અને હિન્દી ભાષામાં ધમકાવી સગીરા અને તેના મિત્રનો વિરોધનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. પ્રતિકાર દરમિયાન બે શખ્સો ભાગી ગયા હતા. એક આરોપીએ સગીરાના મિત્રને બળજબરીથી કાબૂમાં રાખ્યો, જ્યારે અન્ય શખ્સોએ દુષ્કર્મ આચર્યું.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03