Gujarat: મહેસાણા શહેરમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જેને કારણે રોજિંદા જીવન પર અસર જોવા મળી રહી છે. બપોરે 12 વાગ્યા પછી બજારોમાં ભીડ ઓછી થઈ જાય છે અને મોટાભાગના રસ્તાઓ સૂમસામ દેખાય છે. સ્થાનિક રહેવાસીઓ ગરમીથી બચવા માટે વિવિધ ઉપાયો અપનાવી રહ્યા છે. મોટાભાગના લોકો મોઢા પર રૂમાલ કે દુપટ્ટો બાંધીને બહાર નીકળે છે, જ્યારે શ્રમિક વર્ગના લોકો વૃક્ષોની છાયામાં આરામ કરતા જોવા મળે છે. ઉકળાટને કારણે હવે લોકો તેમના બજારના કામ સાંજે પૂરા કરવા લાગ્યા છે.
Thank you for reading this post, don't forget to subscribe!આજે બપોરે 11:30 વાગ્યે મહેસાણાનું તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું, જ્યારે સાંજે 5:30 વાગ્યે તાપમાન 38 ડિગ્રી નજીક નોંધાયું. ગઈકાલે પણ સવારથી જ ઉકળાટ જોવા મળ્યો હતો, અને બપોરે 12થી 4 વાગ્યા સુધી ખુલ્લામાં ઊભા રહેવું મુશ્કેલ બન્યું હતું. આવનારા દિવસોમાં ગરમીનો વધુ પ્રભાવ રહેવાની શક્યતા છે.
ગાંધીનગરમાં તાપમાન 41.1 ડિગ્રીને પાર
ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી તાપમાન સતત વધતું જાય છે. મંગળવારે મહત્તમ તાપમાન 41.1 ડિગ્રી નોંધાયું હતું. આજે સવારે 11 વાગ્યે જ તાપમાન 31 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. હવામાન વિભાગના અનુમાન અનુસાર આગામી દિવસોમાં ગરમી વધુ વધશે.
માર્ચની શરૂઆતથી જ ગરમીની અસર જોવા મળી રહી છે. થોડા દિવસો પહેલા લઘુત્તમ તાપમાન 18.8 ડિગ્રી અને મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી હતું, જે મંગળવારે વધીને અનુક્રમમાં 19.6 અને 41.2 ડિગ્રી થઈ ગયું. વધતી ગરમીનો પ્રભાવ માત્ર માનવજીવન પર જ નહીં, પણ પશુ-પક્ષીઓ પર પણ જોવા મળી રહ્યો છે. ઉપરાંત, તાપમાનમાં સતત થઈ રહેલા વધારાને કારણે વીજ માગમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.