Mehsana: મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં વ્યાજખોરો અને ભૂમાફિયાઓની ગતિવિધિ વધતી જાય છે. લોકો તેમના જાળમાં ફસાઈને મુક્ત થવામાં અસમર્થ છે. આ દરમિયાન, ઘણા કિસ્સાઓમાં પોલીસની નબળી કામગીરી સામે શંકા ઉઠી છે. આ સ્થિતિથી આક્રોશિત મોરબીના 500થી વધુ યુવાનો અને વિવિધ પક્ષોના નેતાઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. તેમણે સ્વરક્ષણ માટે 200 કાયદેસર હથિયાર પરવાનાની માગણી કરી. આ મુદ્દે SPG અધ્યક્ષ લાલજી પટેલે મહેસાણાથી નિવેદન આપીને પોતાની પ્રતિસાદ આપ્યો હતો.
Thank you for reading this post, don't forget to subscribe!લાલજી પટેલે જણાવ્યું કે આજકાલ રોજેરોજ મર્ડર, રેપ અને લૂંટ જેવા બનાવો સમાચારોમાં જોવા મળે છે, જે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની કથળી દશા દર્શાવે છે. ગુજરાતમાં હાલ કોઈ સારા ઘરનું સભ્ય, વ્યાપારી કે દીકરી પણ સુરક્ષિત નથી. પાટીદારો દ્વારા લાયસન્સ માટે કરાયેલી અરજી સંપૂર્ણ રીતે યોગ્ય છે, કારણ કે કાયદેસર લાયસન્સ મેળવવા માટે અરજી કરવી ખોટી વાત નથી. દરેક વ્યક્તિએ પોતાની સુરક્ષા માટે હથિયાર રાખવું જરૂરી છે, જેથી અસામાજિક તત્વો સામે રક્ષણ મળી શકે. જેથી જે ભાઈઓએ માગ્યું છે લાયસન્સ એ યોગ્ય વાત છે.
પાટીદાર સમાજ એક વિશાળ અને પ્રભાવશાળી સમુદાય છે. મોરબીમાં અનેક અસામાજિક તત્વોની ગતિવિધિઓના સમાચાર સામે આવ્યા છે, જે સંજોગોમાં સુરક્ષા માટે હથિયાર માગવી કોઇ ગુનો નથી. જો સરકારને યોગ્ય લાગે, તો સુરક્ષા માટે લાયસન્સ આપવા જોઈએ. મોરબીના પાટીદારોએ હથિયાર અંગે કરેલી માગણી સંપૂર્ણ રીતે યોગ્ય અને સમર્થન છે.