દાણીલીમડામાં સેવર ટેન્ક દુર્ઘટના: ઝેરી ગેસથી ત્રણ શ્રમિકોના મોત

Sewer tank accident in Danilimda: Three workers die due to toxic gas

3 Min Read

Ahmedabad: દાણીલીમડા વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં સંચાલકે સેવર ટેન્કની સફાઈ માટે કોન્ટ્રાક્ટ આપ્યો હતો. ગઇકાલે પાંચ શ્રમિકોની ટીમે કામની શરૂઆત કરી હતી અને આજે (16 મે) બાકી રહેલું કામ પૂર્ણ કરવા ત્રણ શ્રમિક પાછા આવ્યા હતા. કામ દરમિયાન એક શ્રમિક ટેન્કમાં પડી ગયો હતો. તેને બચાવવા બીજા બે શ્રમિકો પણ ટેન્કમાં ઉતરી ગયા. દુર્ભાગ્યવશ, ત્રણેય પર ઝેરી ગેસનો ગંભીર અસર થઈ. તાત્કાલિક તેમને સારવાર માટે એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ત્રણે શ્રમિકોના મોત નિપજ્યા હતા. મૃતકોના નામ પ્રકાશ પરમાર,વિશાલ ઠાકોર, સુનિલ રાઠવા.

Thank you for reading this post, don't forget to subscribe!

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલી M.K ક્રિએશન નામની એક ફેક્ટરી કપડાં ધોવાનું કામ કરે છે. કંપનીના માલિક નૌસાદભાઈએ ફેક્ટરીમાં આવેલી સિવેજ ટેન્કની સફાઈ માટે કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ કામ જીગ્નેશ પુરબિયા નામના વ્યક્તિને સોંપવામાં આવ્યું હતું, જેઓએ પાંચ શ્રમિકોની ટીમ સાથે સફાઈ કાર્ય શરૂ કર્યું હતું. ગઇકાલે સાંજે ટેન્કની સફાઈની શરૂઆત કરવામાં આવી હતી, કાર્ય અધૂરું રહી ગયું હતું. આજે સવારે આ કાર્ય પૂર્ણ કરવા ત્રણ શ્રમિકો ફરીથી કંપનીમાં હાજર થયા હતા.

સફાઈ દરમિયાન એક શ્રમિક અચાનક ટેન્કમાં પડી ગયો. તેને બચાવવાના પ્રયાસમાં બીજા બે શ્રમિકો પણ ટેન્કમાં ઊતરી ગયા. ત્રણેય પર ઝેરી ગેસનો ગંભીર અસર થયો. તાત્કાલિક તમામને સારવાર માટે L.G હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં ત્રણેને મૃત જાહેર કરવામાં આવ્યા. દુઃખદ ઘટના જાણ્યા બાદ મૃતકોના પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા.

દાણીલીમડા પોલીસે FIR નોંધવાની પ્રક્રિયા શરૂ કરી

કેસ સંબંધે કે-ડિવિઝનના એ.સી.પી. યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે પ્રાથમિક તારણ મુજબ અંડરગ્રાઉન્ડ સેવર ટેન્કમાં ઝેરી ગેસના ગળતરથી ત્રણ શ્રમિકોના મોત થયા હોવાનું અનુમાન છે. ઘટનાની તપાસની દૃષ્ટીએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. કંપનીના માલિક તેમજ કોન્ટ્રાક્ટ સ્વીકારનાર ઓપરેટરને પૂછપરછ માટે રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે.

પ્રાથમિક તપાસમાં એવું જણાયું છે કે શ્રમિકોને કોઈપણ પ્રકારના સેફ્ટી સાધનો આપવામાં આવ્યા નહોતા. ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓના આધારે, જો જરૂરી જણાશે તો કેસમાં વધારાની કલમો ઉમેરવામાં આવશે. જે વ્યક્તિઓને રાઉન્ડઅપ કરાયા છે, તેમના ગુનાહિત પૃષ્ઠભૂમિની પણ તપાસ ચાલી રહી છે. જો તેઓ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાનું સામે આવશે, તો તાત્કાલિક એફઆઇઆર નોંધીને તેમની ધરપકડ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કંપની એક વર્ષથી બંધ હતી અને તાજેતરમાં ફરીથી શરૂ કરવામાં આવી હતી. જેના પગલે માલિક દ્વારા ટેન્કની સફાઈ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03