વિસનગર દિપરા દરવાજા પાસે હાઇટ બેરિયરના સમારકામની શરૂઆત

Repair of height barrier near Dipara Darwaza in Visnagar

1 Min Read

Mehsana: વિસનગર શહેરમાં ટ્રાફિકજામ ટાળવા માટે વિવિધ વિસ્તારોમાં મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા હાઇટ બેરિયર્સ લગાવવામાં આવ્યા હતા. દિપરા દરવાજા નજીકનું હાઇટ બેરિયર તૂટી જતાં, આ માર્ગ પર મોટા વાહનોની અવરજવર વધી ગઈ છે, જેના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે. શહેરના P.I એ આ બાબત અંગે GUDCને જાણ કરી છે અને બેરિયરનું સમારકામ ચાલુ છે, જે આગામી બે દિવસમાં પૂર્ણ થઈ જશે.

Thank you for reading this post, don't forget to subscribe!

આરટીઆઈ ફાટક પાસે ઓવરબ્રિજના નિર્માણને કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેથી મોટા વાહનો ફક્ત મહેસાણા ચોકડીથી જ શહેરમાં પ્રવેશી શકે. આ માટે કમાણા ચોકડી, દિપરા દરવાજા, ગંજબજાર ફાટક અને વિવેકાનંદ સોસાયટી આગળ હાઇટ બેરિયર્સ મૂકવામાં આવ્યા છે. પરંતુ, દિપરા દરવાજા નજીકનું બેરિયર તૂટી જતાં મહેસાણા ચોકડી અને દિપરા દરવાજા બન્ને તરફથી મોટા વાહનોની અવરજવર વધી છે, જેના કારણે ટ્રાફિકજામ સર્જાઈ રહ્યો છે.

P.I. N.A. ગઢવીએ જણાવ્યું કે, હાઇટ બેરિયર તૂટી જવાની જાણ થતાં જ GUDCને સૂચિત કરવામાં આવ્યા છે અને સમારકામ શરૂ થઈ ગયું છે. બે દિવસમાં બેરિયર પુનઃ સ્થાપિત કરવામાં આવશે, જેથી ટ્રાફિક વ્યવસ્થિત થઈ શકે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03