બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને લઇને મહેસાણામાં રેલીનું આયોજન

Rally organized in Mehsana regarding atrocities against Hindus in Bangladesh

Mehsana: મહેસાણાના તોરણવાળી માતા ના ચોક ખાતે હિન્દૂ સંગઠનો દ્વારા ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું. આ ધર્મસભા બાંગ્લાદેશમાં છેલ્લા ચાર મહિનાથી હિન્દુઓ અને તેમના ધાર્મિક સ્થળો પર થઈ રહેલા હુમલાઓના મુદ્દાને ઉકેલવા માટે યોજાઈ હતી.

Thank you for reading this post, don't forget to subscribe!

હિન્દૂ હિત રક્ષક સમિતિના નેજા હેઠળ યોજાયેલી આ ધર્મસભા પછી, હિન્દૂ સંતોના માર્ગદર્શન હેઠળ હિન્દૂ સંગઠનોએ તોરણવાળી માતાના ચોકથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી. બાંગ્લાદેશમાં હિન્દુઓ અને ધાર્મિક સ્થળોને સુરક્ષા મળે તે માટે હિન્દૂ સંગઠનો દ્વારા મહેસાણા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપાયું.

યશોધરભાઈએ જણાવ્યું કે બાંગ્લાદેશમાં 5 ઓગસ્ટથી હિન્દુ સમાજ પર વધતા જતાં અત્યાચારો અને મંદિરો પર તોડફોડની ઘટનાઓ ગંભીર છે. આવા હુમલાઓ રોજબરોજ વધતા જાય છે, જે હિન્દુ સમાજ માટે ચિંતાજનક છે. બાંગ્લાદેશના હિન્દુઓ પ્રત્યે સમર્થન દર્શાવવા માટે આજે મહેસાણામાં હિન્દૂ હિત રક્ષક સમિતિએ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

Share This Article
nm posternm poster
nm poster 02nm poster 02
ad poster
- Advertisement -
nm poster 01nm poster 01