Mehsana: મહેસાણા જિલ્લામાં 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લા રમત ગમત સંકુલ, પાંચોટ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
Thank you for reading this post, don't forget to subscribe!સવારના 9 વાગ્યે શરૂ થનાર આ સમારોહ માટે તમામ તૈયારીઓનું આજે રિહર્સલ યોજાયું હતું. નિવાસી અધિક કલેક્ટર જે.કે. જેગોડાની ઉપસ્થિતિમાં યોજાયેલા રિહર્સલમાં તમામ વ્યવસ્થાઓની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી. સ્ટેજ બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા, સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ અને ધ્વનિ વ્યવસ્થા જેવી તમામ વ્યવસ્થાઓનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું.
નિવાસી અધિક કલેક્ટરે સ્થળ પર જ સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. રિહર્સલ દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલ, મહેસાણા પ્રાંત અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દળના જવાનોએ પણ રિહર્સલમાં ભાગ લીધો હતો, જેથી 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન થાય.