CRIME: વિસનગરમાં સગર્ભા મહિલાને લાત મારી હુમલો નગરપાલિકા દંપતી કર્મચારી પર હુમલો, શહેરના ગટીયાવાસ વિસ્તારમાં નગરપાલિકાના પાઇપલાઇન રિપેરિંગ દરમિયાન થયેલા વિવાદને લઈને એક ગંભીર ઘટના સામે આવી છે. ગટિયાવાસના રહેવાસી અમજદખા મીરખાન બલોચે નગરપાલિકામાં કામ કરતા દંપતી પર હુમલો કર્યો હતો, જેમાં સગર્ભા મહિલાને પેટમાં લાત મારી દેવામાં આવી હતી.
Thank you for reading this post, don't forget to subscribe!ગટિયાવાસ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા પાણીની પાઈપલાઈનનું રીપેરીંગ કામ ચાલી રહ્યું હતું. દરમિયાન, અમજદખા મીરખાન બલોચે ખાડો પૂરવા અંગે વાંધો ઉઠાવ્યો. આ મુદ્દાને લઈને થયેલા બોલાચાલીમાં પાણીની પાઈપલાઈનનું રીપેરીંગ કરી રહેલા કનુ કલસિંગ ગરાસિયાઅને તેમની પત્ની રીનાબેનને જાતિવાચક અપશબ્દો બોલી શારીરિક હુમલો કર્યો.
આ ઘટના બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ તપાસમાં આરોપી અમજદખા મીરખાન બલોચ અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. સગર્ભા મહિલાને તાત્કાલિક તબીબી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સદનસીબે હાલ તેમની હાલત સ્થિર છે. આ ઘટનાને પગલે સ્થાનિક સ્તરે આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસ વિભાગે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે અને આગળની તપાસ ચાલી રહી છે.