તલવાર લઇને મારવા જતાં યુવકને સમજાવતાં 4 ને ઇજા
Thank you for reading this post, don't forget to subscribe!CRIME NEWS: વિસનગરમાં મારવાડી વાસમાં કૌટુંબિકભાઇને તલવાર લઇને મારવા જતા યુવકને સમજાવવા ગયેલા આધેડ સહિત ચાર જણાને તલવારથી ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાતાં આ અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી પ્રમાણે પટણી દરવાજા મારવાડી વાસ પાછળ રહેતા સેનમા ભરતભાઇ ડાહ્યાભાઈ શનિવારે રાત્રે ઘરે હતા. તે દરમિયાન પાડોશમાં રહેતા કુટુંબીભાઈ સેનમા દિનેશ બાબુભાઈએ ભરતભાઈના કુટુંબી મોટાભાઈના દીકરા કિરણને ફોન કરીને તારા નાના ભાઈ કલ્પેશભાઈ ગોપાલભાઈને અગાઉની અદાવત રાખી મારવો છે તેમ કહી તલવાર લઇને બહાર આવ્યો હતો. આથી ભરતભાઈ તેને આ પણે બધા કૌટુંબિક ભાઇ જ છીએ આવું ન કરાય તેમ સમજાવવા જતાં ઉશ્કેરાઇ ગયેલા દિનેશે ઝપાઝપી કરતાં ભરતભાઈને તલવાર વાગી હતી.આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.