પાટણના યુવકને છેતરપિંડી ડબલ રકમની લાલચમાં રૂ. 10 લાખ ગુમાવ્યા

Patan youth cheated: Rs. 10 lakhs lost in the lure of double amount

Patan: પાટણના દરજીને 10 લાખના ડબલ કરવાની લાલચ આપી, 9 લાખની ઠગાઈ. દરજીને ડબલ રકમની લાલચ આપી વિસનગર તાલુકાના તરભ ગામે બોલાવવામાં આવ્યા હતા, જ્યાં રૂ. 10 લાખ લઈને બે શખ્સો નાસી છૂટ્યા. આ દરમિયાન, ખાખી કપડાં પહેરેલા અન્ય બે શખ્સો ગાડીમાં આવી તેમની સાથે છેતરપિંડી કરીને ભાગી ગયા હતા. સમાધાન તરીકે માત્ર રૂ. 1 લાખ પરત કરવામાં આવ્યા હતા, બાકી રૂ. 9 લાખ ન મળતાં દરજીએ વામૈયા ગામના શખ્સ અને અન્ય છ લોકો સામે વિસનગર પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

Thank you for reading this post, don't forget to subscribe!

પાટણના બુકડી રોડ પર રહેતા જીજ્ઞેશકુમાર કાન્તિલાલ દરજી, જેઓ ઝવેરી બજારમાં ટેલર્સની દુકાન ચલાવે છે, તેનાં પરિચિત વામૈયા ગામના ઠાકોર રણજીતજી પથુજીએ તેમને ડબલ રકમ કરાવવાની લાલચ આપી હતી. 18 ઓક્ટોબરના રોજ તેમને કમલીવાડા બોલાવવામાં આવ્યા, જ્યાં રણજીતજી અને કમલેશભાઇ નામના શખ્સે નોટો બતાવી વિશ્વાસમાં લીધા.

રૂ. 9 લાખ પરત ન થતાં ફરિયાદ નોંધાવી,દરજી અને તેમના સાળા સાથે બીજી મુલાકાતે રૂપિયા પરત મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ 26 ઓક્ટોબરના રોજ ફક્ત રૂ. 1 લાખ પરત મળ્યા અને બાકીના માટે એક મહિનાનો વાયદો થયો. વાયદો પૂરો ન થતા જીજ્ઞેશભાઇએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી, જેમાં કુલ સાત શખ્સો સંડોવાયેલા હોવાનું જણાવાયું છે.

બ્યુરો રિપોર્ટ: મહેસાણા

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03