કમાણા રોડની ઝુંપડપટ્ટી પર નગરપાલિકા દ્રાર બુલડોઝર ફેરવ્યું

Municipality bulldozes slums on Kamana Road

Visnagar: કમાણા રોડ પર ગેરકાયદે માળખાં દુર કરવા પોલીસ બંદોબસ્ત સાથે પગલાં, દબાણ વાળા ઘરો દુર કરાતા ભારે વિરોધ

Thank you for reading this post, don't forget to subscribe!

વિસનગર શહેરના કમાણા રોડ પર આવેલ આદર્શ સ્કૂલની પાછળના ફુટપાથ પર ગેરકાયદે બનવાયેલા 30 કાચાં-પાકાં મકાનોને બુધવારે પાલિકાએ JCB મશીનની મદદથી તોડી પાડ્યા. આ કાર્યવાહી દરમિયાન 40 જેટલા પરિવારો ભરશિયાળે માથેથી આશરો છિનવાતા ભારે આક્રંદ દેખાયો. આ દબાણો દૂર કરવાથી લગભગ 500 ચોરસ મીટર જગ્યા ખુલ્લી થઈ.

આ વિસ્તારમાં વર્ષોથી ઝૂંપડપટ્ટી માળખા કાયમી બની ગયા હતા, જો કે આ જમીન પરના આ મકાનો ગેરકાયદે હતા. પાલિકાએ અગાઉ આ પરિવારોને દબાણ દૂર કરવાની નોટિસ આપવામાં આવી હતી, જેની અવગણના થવાથી આ પગલું ભરવામાં આવ્યું. હાઇવેના વાહનો માટે રસ્તા ખુલ્લા કરવા ડાયવર્ઝન લાગુ કર્યા બાદ પાલિકાએ દબાણ હટાવા ઝુંબેશ હાથ ધરી હતી.

કાર્યવાહીના બે દિવસ પહેલાં જ વીજળીના કનેક્શન્સ કાપી મીટરો દૂર કરવામાં આવ્યા હતા. અંતે, પોલીસ બંદોબસ્તની હાજરીમાં આ દબાણો દૂર કરવા માટે ઝુંપડપટ્ટી તોડવાની કાર્યવાહી કરવામાં આવી.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03