Mehsana: વિસનગરના બાકરપુરા-ગોઠવા રોડ પર બાઇક ચાલક યુવક સાથે છેતરપિંડીનો બનાવ બન્યો છે. પોલીસ ફરિયાદ મુજબ, વિસનગર તાલુકાના બાકરપુરા-ગોઠવા રોડ પર એક યુવક ફોનમાં વાત કરી રહ્યો હતો. તે દરમિયાન બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ રસ્તો પૂછવાના બહાને તેનું મોબાઇલ ઝૂંટવી લીધું અને બાઇક પર ફરાર થઈ ગયા. આ અંગે યુવકે વિસનગર તાલુકા પોલીસ મથકે અજાણ્યા બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
Thank you for reading this post, don't forget to subscribe!વિસનગર શહેરના દરબાર રોડ પર મીરાના ખાંચામાં રહેતા અંકિતકુમાર રવિન્દ્રસિંહ નાયક પોતાના વ્યવસાય માટે ગામડાઓમાં બાઇક લઈને કપડાની ફેરી કરે છે. 23 ફેબ્રુઆરીના રોજ તેઓ બાઇક નંબર GJ.02.AJ.6046 લઈને કપડાની ફેરી માટે નીકળ્યા હતા. ભાલકથી બાકરપુરા વાળા રસ્તે ગોઠવા જવા માટે જતા સમયે, બાકરપુરા પાસે તેમણે ફોન પર વાત કરવા માટે બાઇક અટકાવી. તે સમયે, સ્પોર્ટ લુકવાળી બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમને ભાલક જવાનો રસ્તો પૂછ્યો. અંકિતકુમારે રસ્તો બતાવતાં શખ્સોએ અચાનક તેમના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી લીધું અને બાઇક લઈને ઝડપથી ભાગી ગયા. અંકિતકુમારે શખ્સોને પકડવા પ્રયત્ન કર્યો પરંતુ તેઓ ફરાર થઈ ગયા. ઘટનાની જાણ થયા બાદ અંકિતકુમારે તાત્કાલિક ઓનલાઈન ફરિયાદ નોંધાવી છે. હાલ, વિસનગર તાલુકા પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.